________________
છે. સમુદ્ર તરી ગયા, તેથી આપ સંસારરૂપી સમુદ્ર તરી જશો. (૬) આપે ઊગતા સૂર્યને જોયો તેથી તે
આપને તરત કેવલજ્ઞાન થશે. (૭) આપે આંતરડાથી માનુષોત્તર પર્વત વીંટ્યો, તેથી આપની (૨૦૩) છે.
કીર્તિ ત્રણ ભુવનમાં ફેલાશે. (૮) આપ મંદરાચલના શિખર ઉપર ચડ્યા, તેથી આપ સિંહાસન ઉપર બેસીને દેવ અને મનુષ્યની પર્ષદામાં ધર્મને પ્રરુપશો. (૯) આપે દેવોએ સેવેલ સુશોભિત પદ્મસરોવર જોયું તેથી ચાર નિકાયના દેવો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક વૈમાનિક આપની સેવા કરશે. (૧૦) પણ આપે જે બે માળાઓ જોઈ તેનું ફળ હું સમજી શકતો નથી.
ભગવંતે કહ્યું, ““હે ઉત્પલ ! મેં જે બે માળાઓ જોઈ, તેથી હું સાધુધર્મ તથા શ્રાવકધર્મ એમ બે પ્રકારના ધર્મ પ્રરુપીશ.”
પછી તે ઉત્પલ પ્રભને વાંદીને ચાલતા થયા. ત્યાં પ્રભુને આઠ પક્ષખમણ (પંદર દિવસના છે ઉપવાસ) કરવા દ્વારા તે ચોમાસું પૂર્ણ કરીને મોરાક નામના ગામમાં ગયા. ત્યાર પછી પ્રભુ છે
કનકખલ નામે તાપસના આશ્રમમાં ચંડકૌશિક નાગને પ્રતિબોધવા માટે ગયા. ચંડકૌશિક નાગા
ચંડકૌશિકનો જીવ આગલા ભવમાં મહાતપસ્વી સાધુ હતો. પારણાને દિવસે ગોચરી જતાં રસ્તામાં નાનકડી દેડકાની વિરાધના થઈ. તો તે માટે પ્રાયશ્ચિત્ત કરવાની બાળ સાધુએ યાદી આપી કે, “ગુરુદેવ ! પેલી દેડકીને વિરાધના અંગે પ્રાયશ્ચિત્ત કરી લેજો.''
(૨૦૩).