________________
છે. તેના આનંદમાં એ ગીતનૃત્ય કરી રહ્યો લાગે છે.' પણ હકીકત જુદી જ હતી.
આખી રાત્રિ સખત વેદના પ્રથમ વાર સહન કરવાથી પ્રભુને ખૂબ શ્રમ પડ્યો એટલે પ્રભાતે
(૨૦૨)
કલ્પસૂત્રની પ્રભુને ઊભાં ઊભાં અલ્પ નિદ્રા આવી ગઈ. રાત્રે શું થયું ? તે જાણવા નગરના લોકો ત્યાં આવ્યા.
વાચનાઓ
તેમની સાથે ઉત્પલ અને ઇન્દ્રશર્મા નામે અષ્ટાંગ નિમિત્તના જાણનારા બે નિમિત્તિકો પણ આવ્યા. પ્રભુનું મુખ જોઈને તેઓ સમજી ગયા કે પ્રભુને અલ્પ નિદ્રામાં દશ સ્વપ્નો આવ્યાં છે. તેમાં નવ સ્વપ્નોનું ફળ તેઓ જાણી શક્યા હતા પણ દસમા સ્વપ્નના ફળ અંગે સમજણ પડતી ન હતી. આથી ઉત્પલે કહ્યું, ‘હે દેવાર્ય ! આપે રાત્રિને અંતે જે દસ સ્વપ્નો જોયાં છે, તેનું ફળ આપ તો જાણો છો છતાં પણ હું તે કહું છું. દસમા સ્વપ્નના ફળ અંગે કાંઈ સમજ પડતી નથી. તે મને આપ કહેજો. '
દસ સ્વપ્નો અને તેનું ફ્ળ
(૧) આપે તાલપિશાય હણ્યો. તેનું ફળ એ છે કે થોડા સમયમાં આપ મોહનીય કર્મને હણશો. (૨) નિર્દોષ આનંદ કરતું નરમાદાનું યુગલ આપે જોયું, આથી આપ શુક્લધ્યાનને ધારણ કરશો. (૩) સેવન કરતા કોકિલને જોયું તેથી આપ દ્વાદશાંગી વિસ્તારશો. (૪) ગાયોના વર્ગને સેવા કરતો જોયો, તેથી સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. (૫) આપ
છઠ્ઠી
વાચના
(બપોરે)
(૨૦૨)