SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ હું તો બનવા માગું છું વ્યોમવિહારી ગરુડ ! ગગન મારું સ્થાન; મારે તો જોઈએ છે, જીવત્વના વિકાસનું જીવન. જે મને અનંતસુખની દેન કરે, મારું તો કાર્ય છે, જીવોના ભેદભરમોને ઉકેલવાનું; એમને અનંતના સ્વામી બનાવવાનું. “મોટા ભાઈ ! સત્વર અનુજ્ઞા કરો. મારે જાવું છે, સાધનાની ભૂમિમાં, ગવડાવવાં છે, ગીત આ સહુને આતમનાં !' લઘુબંધુના વિરહનું વાદળ ભાવિના ગગનમાં દોડ્યું આવતું જોઈને ભયભીત થઈ ગયેલા છે નંદિવર્ધન શું બોલે ? શી અનુજ્ઞા આપે ? ફરી આંખો રોવા લાગી ! હૈયું હીબકા ભરીને રોવા છે છે લાગ્યું ! નંદિવર્ધને મોટેથી પોક મૂકી ! છે અંતે નિર્ણય થયો કે કુમારે બીજા બે વર્ષ ગૃહવાસમાં રહેવું. એમાં કુમારની ઇચ્છા મુજબ એ છે છે. બ્રહ્મચર્ય પાળી શકે, અચિત્ત પાણી વાપરી શકે, તથા એમના નિમિત્તે કોઈ ભોજન બનાવવું નહિ વગેરે નક્કી થયું. જેઓ નિશ્ચિત ચરમ શરીરી હતા, ચોવીસમા જિનપતિ થવાના હતા, તેમને ય કર્મની કેવી છે પરાધીનતા ! વીરાગની વૃત્તિ પ્રકૃષ્ટ બને ત્યારે સામાન્યતઃ એ પ્રવૃત્તિ બને. વૃત્તિમાં વિરાગ અને છે (12) આચારમાં રાગ - એ વાતને ઝટ ઝટ મેળ બેસે તેમ નથી.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy