________________
લગ્નપ્રસંગો
માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ ઝંખે છે, વહુના મુખનું દર્શન કરવાનું ! જુદી જુદી રીતો અજમાવે છે, વર્ધમાનને સમજાવવાની. પણ સહુ જાણતું હતું કે વર્ધમાન વિરાગી છે. એની પાસે રાગની વાતો શી રીતે કરવી? કોણ કરે એ વાતો? એમાં ય વર્ધમાનના પોતાના જ રાગવાસિત સંસારના લગ્નની વાતો તો એમને કહેવી જ શી રીતે ? છતાંય પ્રયત્નો થઈ ચૂક્યા.
એક વખત સમરવીર રાજા પોતાના મંત્રી સાથે પુત્રી યશોદાને રાજા સિદ્ધાર્થ પાસે મોકલે છે. જે વર્ધમાનના પાણિગ્રહણ માટેસ્તો! માતા ત્રિશલા પોતાનો પુત્ર ભાવી ચોવિસમા વીતરાગ-તીર્થકરનું પદ પામવાનો છે એ સુનિશ્ચિત હકીકતને સંપૂર્ણ શ્રદ્ધા સાથે જાણતી હોવા છતાં મોહના હલ્લાને છે એ ખાળી શકતી નથી. એની નજરમાં એવા અનેક તીર્થકરોનાં ગૃહસ્થ જીવન ચડે છે, જેમણે છે ગૃહવાસ સેવ્યો હતો.
એકદા વડીલોએ વર્ધમાનના મિત્રોને તૈયાર કરીને એમની પાસે મોકલ્યા, “જાઓ, ફત્તેહ છે. કરો, કુમાર વર્ધમાનને યશોદાનો પ્રિયતમ બનાવો.'
મિત્રો ગયા. એમના અંતરમાં ફફડાટ હતો. દહેશત હતી કે આ વાત વર્ધમાન પાસે મૂકવી શી છે રીતે ? આજન્મ વિરાગી વર્ધમાન રાગની વાતો સાંભળશે? વિચારતાં મિત્રો કુમારના મહેલમાં છે
ગયા. કુમારે સહુને આવકાર્યા. આડી-અવળી વાતો થઈ. પછી એક મિત્ર બોલ્યો, “આજ અમારે
)