SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૩) ત્યાં જઈને તેને હરાવી દઉં.’' આવો સંકલ્પ કરીને મિથ્યાર્દષ્ટિદેવ સાંબેલા જેવો જાડો, લપલપતી બે જીભવાળો, ભયંકર ફૂંકાડા મારતો, અત્યંત ક્રૂર આકૃતિવાળો, ફેલાવેલી ફણાવાળો, ક્રોધથી ધમધમતો સાપ બનીને આવ્યો અને બાળકોના ક્રીડા કરવા માટેના વૃક્ષનો ભરડો લઈ લીધો. બીજા છોકરાઓ તો આવા ભયંકર સાપને જોઈને છળી ગયા અને ત્યાંથી નાસી ગયા. પણ પેલા આઠ વર્ષના નાનકડા વર્ધમાને તો કશા ય ભય વગર વૃક્ષ પાસે જઈને સાપને હાથમાં લઈને દૂર ફેંકી દીધો. પેલો દેવ તો હેબતાઈ ગયો ! પણ પોતાની યોજના નિષ્ફળ ગઈ તેથી તે બમણો વિફર્યો અને પેલાં છોકરાં ફરીથી ભેગાં થઈને દડાની રમત રમવા લાગ્યાં ત્યારે બાળકનું રૂપ લઈને તેમની સાથે ૨મવા લાગ્યો. રમતમાં એક શરત હતી કે, ‘જે કોઈ હારી જાય તે જીતેલાને પોતાની પીઠ ઉપર બેસાડે.'' દેવકુમાર તો જાણી જોઈને જ હારી ગયો અને શરત મુજબ વર્ધમાનને પોતાની પીઠ ઉપર બેસાડ્યા. ત્યાર પછી તેણે તાડ જેટલું ઊંચું શરીર કર્યું. ભગવાન અવધિજ્ઞાનથી આ દેવમાયા સમજી ગયા. તેમણે વજ્ર સરખી કઠિન મુઠ્ઠી તેની પીઠ ઉપર લગાવી. આ મુષ્ટિપ્રહારથી ખૂબ 1 બેચેન થઈ ગયો અને મચ્છરની જેમ સંકોચાઈ ગયો. દેવે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને બે હાથ જોડીને કહ્યું, ‘‘હે ભગવાન ! મારી ભૂલ માટે મને ક્ષમા આપો.’' પછી તે દેવે સૌધર્મેન્દ્ર પાસે જઈને બનેલી બધી હકીકત કહી. ઇંદ્રે સંતુષ્ટ થઈને પ્રભુનું નામ ‘‘વીર’’ [મહાવીર] પાડ્યું. આજે તો ‘વીર’ પદ જેને ને તેને મળે છે. માટે જ જેણે આંતરિક શત્રુઓ ઉપર વિજય મેળવ્યો તે (૧૬૩)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy