________________
(૧૫૧)
એટલી તો જોરદાર હોય છે કે તેમના જન્માદિ થાય કે તે જ ક્ષણે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન
થાય.
ઇન્દ્ર પ્રભુનો જન્મોત્સવ કરવાનો નિર્ણય કર્યો. હરિêગમેષી દેવ પાસે વજ્રમય એવી એક યોજનની સુઘોષા નામની ઘંટા વગડાવી. આ ઘંટાના ધ્વનિ-પ્રતિધ્વનિઓ દ્વારા દૂર દૂરનાં દેવવિમાનોની ઘંટાઓ પણ વાગવા લાગી. ત્યાર પછી તે હરિણૈગમેષી દેવે સહુને ઇન્દ્રનો હુકમ જણાવ્યો કે, ‘‘ભગવાન તીર્થંક૨ ૫૨માત્માનો જન્મ થયો છે, તે ઊજવવા માટે બધા જલ્દી આવો.'' સુઘોષા ઘંટાની એક કરામત હોય છે કે એક શબ્દનો પ્રતિઘોષ લાખો શબ્દોમાં થાય છે. તેમાંથી નવા નવા શબ્દો છૂટે. એક શબ્દનું પરિવર્તન લાખો શબ્દોમાં થાય. સુઘોષા ઘંટાથી વાસિત થતો ધ્વનિ બધા દેવોના વિમાનમાં અથડાય. તેથી તેઓને ઇન્દ્રની આજ્ઞાની ખબર પડે.
આજે કર્ણાટક બીજાપુરમાં આવેલ ગોળગુંબજમાં એવી કરામત છે કે, એક જગ્યાએ બોલો તો તે શબ્દો છ-સાત વખત પુનરાવર્તન પામે છે. રેડિયો, ટેલિવિઝનમાં આનો અનુભવ થાય છે. આકાશવાણીના મુખ્ય મથકે એક જણ જે બોલે તે શબ્દમાંથી અનેક સજાતીય શબ્દો ઉત્પન્ન થતાં આગળ વધતા જાય છે અને જેને ત્યાં રેડિયો હોય તે માણસ તે શબ્દોને ઝડપથી સાંભળી શકે છે.
ઇન્દ્રની આજ્ઞા સાંભળીને બધા દેવો હર્ષિત થાય છે, અને જન્મ મહોત્સવ ઊજવવા બનતી ઝડપે આવે છે. દેવ-દેવીઓમાં ભૌતિક સુખસમૃદ્ધિ અને વૈભવ એટલા બધા હોય કે તેની સરખામણી
(૧૫૧)