________________
(૧૪૮)
કલ્પસૂત્રની વાચનાઓ
ઉછાળા આવતા હતા. આકાશમાં દુંદુભિ વાગવા લાગી હતી. તે વખતે ભગવાનનું સૂતિકર્મ કરવા માટે ૫૬ દિક્કુમારિકાઓ આવી.
૧. દિક્કુમારિઓનું આગમન અધોલોકમાં રહેનારી આઠ દિક્કુમારિકાઓ (૧) ભોગંકરા (૨) ભોગવતી (૩) સુભોગા (૪) ભોગમાલિની (૫) સુવત્સા (૬) વત્સમિત્રા (૭) પુષ્પમાળા અને (૮) આનંદિતાએ આવીને પ્રભુને તથા તેમની માતાને નમસ્કાર કરીને ઈશાનદિશામાં સૂતિકાગૃહ તૈયા૨ કર્યું અને યોજન સુધીની પૃથ્વીને સંવર્તક વાયુથી શુદ્ધ કરી.
૨. ઊર્ધ્વલોકમાં રહેનારી આઠ દિક્કુમારિકાઓ (૯) મેથંકરા (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તોયધરા (૧૪) વિચિત્રા (૧૫) વારિષણા (૧૬) બલાકા નામની આઠ દિક્કુમારિકાઓએ આવીને બંનેને નમસ્કાર કરીને હર્ષપૂર્વક સુગંધિત જળ અને પુષ્પોની વૃષ્ટિ કરી.
૩. રુચક પર્વતની પૂર્વદિશાની રહેનારી આઠ દિકુમારિકાઓ (૧૭) નંદા (૧૮) ઉત્તરનંદા (૧૯) આનંદા (૨૦) નંદિવર્ધના (૨૧) વિજયા (૨૨) વૈજયન્તી (૨૩) જયંતી (૨૪) અપરાજિતા, આ દિક્કુમારિકાઓ મુખ દેખાડવાના હેતુથી સામે દર્પણ ધરીને ઊભી રહી.
૪. રુચક પર્વતની દક્ષિણ દિશામાં રહેનારી આઠ દિકુમારિકાઓ (૨૫) સમાહારા (૨૬)
પાંચમી
વાચના
(સવારે)
(૧૪૮)