________________
(૧૩૯)
આ વ્યથા કોઈને જણાવી પણ શકતા ન હતા. દિવસે દિવસે શરીર કૃશ થતું ચાલ્યું. કામજ્વર ભયંકર પીડા આપવા લાગ્યો. વિચક્ષણ મંત્રી બધું પામી ગયો. એણે ખાનગીમાં રાજાને પૂછ્યું, ‘‘સત્ય કહો, આપ ક્ષીણ કેમ થતા જાઓ છો ?’’ મંત્રીના ભારે આગ્રહને વશ થઈને રાજાને મનની સઘળી વાત કરી દેવી પડી.
મંત્રીએ કહ્યું, ‘‘રાજનર્તકી પોતાનો દેહ સોંપે એ વાત મને સંભવિત લાગતી નથી. રાજન્ ! એ સિવાય કાંઈ પણ આજ્ઞા કરો. સેવક હરપળે તૈયાર છે.''
‘‘તો બીજી એક જ આજ્ઞા છે. ચિતા તૈયાર કરાવો. નમુંજલા વિના હું હવે એક દિવસ પણ રહી શકું તેમ નથી.'' રાજાએ કહ્યું.
મંત્રી ભારે મૂંઝવણમાં મુકાયા. છેવટે ખૂબ વિચાર કરીને રાત્રે નમુંજલા પાસે ગયા. રાજા માટે દેહની યાચના કરી. માંગે તેટલું ધન આપવાની તૈયારી બતાડી.
પણ એ સાંભળતાં જ નમુંજલા ક્રોધથી સળગી ઊઠી. તેણે કહ્યું, ‘‘મન્ત્રીશ્વર ! મારા મડદાને તમે ગમે તેમ કરી શકો છો. બાકી આ નમુંજલાને જીવતા દેહે અડવાની વાત તો કદાપિ નહિ બની શકે, રાજેશ્વરને કહી દેજો કે ‘‘નમુંજલા નર્તકી છે; વેશ્યા નથી.’’
મન્ત્રીએ ધાર્યું હતું તે જ તેને સાંભળવા મળ્યું પણ મન્ત્રી તો અત્યન્ત વિચક્ષણ રાજપુરુષ હતા. મનમાં એક અદ્ભુત વ્યૂહ ઘડીને જ તે આવ્યા હતા. નમંજુલાના નૃત્ય સમયના સર્વ વસ્ત્રાલંકારો
(૧૩૯)