________________
જ કરી હશે, મેં કોઈ ઉપર કામણ-ટ્રમણ કર્યો હશે. કોઈ ઉંદરના દરમાં ગરમ પાણી નાખીને તેમનાં
બચ્ચાંઓનો ઘાત કર્યો હશે. કે જેથી મારો ગર્ભ હણાઈ ગયો. (૧૩૧) છે
મોહ તો ભાગ્યે જ કોકને ન સતાવે. શાલિભદ્ર જ્યારે ગૃહત્યાગ કરે છે ત્યારેય ભદ્રા જેવી સુશ્રાવિકા માતા પણ બેભાન થઈ ગયા હતા. નંદિવર્ધનના કહેવા મુજબ વર્ધમાન બે વરસ વધુ છે સંસારમાં રહ્યા છતાં છેવટે તે બેચેન બની ગયા હતા. આવું છે મોહનું તોફાન !
મહારાણી ત્રિશલાનું કરણ કલ્પાંત સાંભળીને દાસીઓ દોડી આવી. તે ત્રિશલાને આશ્વાસને આપવા લાગી. કુલવૃદ્ધાઓ ત્યાં આવી. તે પૂછવા લાગી, “હે દેવી ! આપ શા માટે રડો છો ?
આપનું મુખ-કમળ કેમ કરમાઈ ગયું છે? આપનો દેહ સ્વસ્થ છે ને? ખાસ કરીને આપના ગર્ભને છે તો ક્ષેમ-કુશળ છે ને?''
મહારાણીએ નિસાસો નાખ્યો અને કહ્યું. ““શું કહું તમને ? મારું હૃદય કેમ ફાટી જતું નથી ? છે વેદનાના વીંછી મને ડંખ મારી રહ્યા છે. મારો લાડલો લાલ....” કહેતાં રાણીનું ગળું રૂંધાઈ ગયું. છે છે તેની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા. રાણી મૂચ્છિત થઈને ભૂમિ પર ઢળી પડ્યા. છે મહારાણીની આ દશા જોઈને દાસીઓ ગભરાઈ ગઈ. તેઓ તેમને પંખાથી હવા નાંખવા લાગી છે
અને ચોતરફ શોકનું મોજનું પ્રસરી રહ્યું. મહારાણીને સ્વસ્થ બનાવવા અનેક ઉપચારો કુલવૃદ્ધા કરવા લાગી.