________________
પછી જે વખતે કાળ કર્યો હોય તે વખતનું કયું નક્ષત્ર હતું તે જોવું. (અથવા બ્રાહ્મણને પૂછવું), રોહીણી - વિશાખા - પુનર્વસુ - ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્યુની, ઉત્તરા ભાદ્રપદા, આ છે નક્ષત્રમાં ડાભનાં બે પૂતળાં કરવા, યેષ્ઠી - આદ્રા - સ્વાતિ - શતભિષા - ભરણી – અશ્લેષા - અભિજીત્ આ સાત નક્ષત્રમાં એક પૂતળાં કરવા નહી, બાકીના ૧૫ નક્ષત્રમાં ૧-૧ પૂતળાં કરવાં, પૂતળાના જમણા હાથમાં ચરવળી મુહપત્તિ આપવી, તથા ડાબા હાથની ઝોળીમાં ભાંગેલુ પાત્ર લાડુ સહીત મૂકવું. જો બે પૂતળાં હોય તો બંનેને તે પ્રમાણે આપવું. પછી પૂતળાં આદિ બધી વસ્તુ મૃતકની પાસે મૂકવી, (જો નનામી કાઢવાની હોય તો સારો મજબૂત કપડો ત્રીજો લઈ તેને પાથરીને તેની અંદર બધી વસ્તુઓ સહિત મૃતકને સુવાડીને કપડાનાં બધા છેડા વીંટાળી દો..)
સાધુ મ.સા. કે. સાધ્વીજી ભ, કાળ કરે ત્યારે સર્વપ્રથમતો સંથારાદિ સર્વ ઉપસ્થિ વિ. અલગ કરી લેવી. જે પણ ઉપધિ જીવ જાય ત્યારે મૃતકને સ્પર્શી રહી હોય તો સૂતરાઉ ઉપધિ શ્રાવકવર્ગ પાસે ઉના - પાણીમાં પલાળી લે, ગરમ ઉપાધિ (કામળી - આસન) ને ગાયનું મૂતર છાંટીને ચોખ્ખું કરે, (જો કદી સૂતરાઉલુગડાં પલાળવાની જોગવાઈ ન હોય તો ગો મૂત્ર છાંટી લે તો પણ ચાલે) સ્થાપનાચાર્યજી બીજા સ્થાનમાં પધરાવવા..
મૃતક લઈ ગયા પછી જીર્ણ પાત્ર - કાચલી - વસ્ત્રો આદિ પરઠવી દેવા.. દરેક સાધુએ ગોમૂત્રમાં ઓધાની બે-ચાર દશીઓ બોળવી
રાત્રે કાળ કર્યો હોય અને બીજા સાધુઓને પ્રતિક્રમણ આદિ કરવાનું હોય તો સ્થાપનાજી લઈને બીજે સ્થાને અથવા તે સ્થાને મનમાં કરવું અને કોઈના પણ સ્થાપનાજી મૃતક પાસે રાખવા નહી..
જીવ જાય ત્યારે તુરંત આચાર્યાદિ પદવીવાળા હોય તો (અથવા માંડવી – પાલખી બનાવવાની હોય તો) તેમના શરીરને અંડેલા શ્રાવકો મૃતકની પલાંઠી વળાવે અને સામાન્ય સાધુ હોય તો (અથવા માંડવી બનાવવાની ન હોય તો) પલાંઠી વાળવાની જરૂર નહી કારણકે તેમના મૃતકને ઠાઠડીમાં પધરાવવાનું હોવાથી, પરંતુ અત્યારે તો પ્રાયઃ સર્વત્ર માંડવી દેખાય છે