________________
સાધુ યોગ્યવિધિ
સાધુ કે સાધ્વીજી કાલધર્મ પામે એટલે તુરંત વડીલ સાધુ મૃતક પાસે આવી “વાસક્ષેપ” હાથમાં લઈને બોલે કોટી ગણ, વયરી શાખા, ચાન્દ્રકુલ, આચાર્ય શ્રી...., ઉપાધ્યાયશ્રી......, પંન્યાસશ્રી...., સ્થવિરશ્રી........, અમૂક મુનિ | શિષ્ય,(સાધ્વીજી માટે) મહત્તરાશ્રી........ સાધ્વીશ્રીના શિષ્યા..... મહાપરિટ્ટાવણીઅ વોસિરકૃત્ય કરેમિ કાઉસ્સગ્ગ અનW.. ૧ નવકારનો કાઉસ્સગ્ન. પાર્યાબાદ... પ્રગટ નવકાર કહી ત્રણવાર “વોસિરે - વોસિરે - વોસિરે” કહેતા ત્રણવાર મૃતકને વાસક્ષેપ નાંખે..બાદ શ્રાવકને મૃતક ભળાવી દે એટલે સંઘના અગ્રગણ્ય શ્રાવકને સુપ્રત કરી દે.
શ્રાવક યોગ્યવિધિ
જો રાત્રે મતક રાખવાનું હોય તો મૃતકના માથાની નીચે જમીન કે થાંભલાની પાસે ખીલી મારવી અને નિર્ભય માણસે જાગવું પણ સવં નહી. મૃતક પાસે રાત્રી દરમ્યાન અખંડ દિપ તથા પ રાખવું..
કાળ કર્યા બાદ તુરંત પલાંઠી વળાવવી મૃતકને, મસ્તક પાસે ખીલી મારવી, હાથની ટચલી (છેલ્લી આંગળીને) આંગળીના ટેરવાનો છેદ કરે, પ્રથમ દાઢી મુછ અને મસ્તકના કેશ કાઢી નંખાવે, હાથ-પગની આંગળીઓને ધોળા સુતરથી બંધ કરે, પછી કથરોટમાં બેસાડીને કાચા પાણીથી સ્નાન કરાવે, નવા વસ્ત્રોથી શરીર લુછીને કેસર-સુખડ-બરાસથી વિલેપન કરી નવા વસ્ત્રો પહેરાવે, પ્રથમનો ઓઘો લઈ લેવો, સાધુને ચોલપટ્ટો પહેરાવી કંદોરો બાંધે, કપડાને કેશરથી અવળા પાંચ સાથીઆ કરી ઓઢાડે, બીજા કપડાંને કેસરના છાંટા નાંખવા, નનામી (પાલખી) બેસાવાના સ્થાન પર ઉત્તરપટ્ટો પાથરવો, તેના વચલા ભાગમાં લોટ આટાનો એક અવળો સાથીઓ કરવો,
સાધ્વી હોય તો નીચેના વસ્ત્રો સિવાયના ઉપરના ભાગનાં વસ્ત્રોને કેશરના અવળા પાંચ સાથીઆ કરવા તેમજ સર્વ વસ્ત્રોને કેશરના છાંટા નાંખવા..