________________
શ્રી કાલગ્રહીનો વિધિ સર્વ પ્રથમ સ્થાપનાચાર્યજી ખુલ્લાં રાખવા.. ૦૧OOડગલામાં વસતિ શુદ્ધ કરવી.. વિરતિ - પભાઈ પશ્ચિમ દિશામાં લેવું.. વાઘાઈ - અદ્ધરતિ દક્ષિણ દિશામાં લેવું.. દેવસિય પ્રતિક્રમણ બાદ તુરંત જ વાઘાઈ કાલગ્રહણ લેવાય. તેમાં વાંદણામાં ‘દેવસિય’ શબ્દ બોલવો.. અદ્ધરતિ કાલગ્રહણ સંથારા પોરિસીના સમય પછી સંથારા પોરિસી ભણાવ્યા બાદ લેવાય અદ્ધરતિ - વિરતિ – પભાઈ આ ત્રણેમાં ‘રાઈય’ શબ્દ બોલવો.. વાઘાઈ - અદ્ધરતિ -વિરતિ આ ત્રણ કાલગ્રહણ જાય તો બીજીવાર ન લેવાય. •પભાઈ કાલગ્રહણ જાય તો સાત વાર સુધી લઈ શકાય છે. પભાઈ કાલગ્રહણ તો લેવું જ પડે, તે સિવાય અન્ય કાલગ્રહણ કલ્પતા નથી. નીચેની વિધિમાં સર્વ સામાન્ય ‘પભાઈ' શબ્દ લખેલ છે પરંતુ જે કાલગ્રહણ લેવાનું હોય તે કાલગ્રહણના નામનો તે સ્થાનમાં ઉલ્લેખ કરવો.
સ્થાપનાચાર્યજી - સ્થાન - કાલગ્રહી - દાંડીધર તથા તેમણે નુતરાં સમયે જે ઉપકરણો (પાટલી - મુહપત્તિ - ઓઘો - ચોલપટ્ટો – કંદોરો વિ.) ઉપયોગમાં લીધા હોય તેનાથી જ કાલગ્રહણની વિધિ કરવી, અન્યથા કાલગ્રહણ જાય છે. દાંડીધર કાલગ્રહીની ડાબી બાજુએ (દક્ષિણ દિશા ભણી), કાલગ્રહી (ઉત્તર દિશા ભણી) જમણી બાજુ રહે, પ્રથમ કાલગ્રહી તે સ્થાને કાજો લે અને ઉચ્ચસ્વરે ‘નાસિકા ચિંતવણી સાવધાન' બોલે ત્યારે દાંડીધર પાટલી વિ. હાથમાં રાખે પછી દાંડીધર પૂંજતો -