________________
દોરાવિ. ન હોય તેમજ ચશ્મા આદિ કે અન્ય કોઈપણ પ્રકારના દોરા - વગેરે પાસે ન હોવા જોઈએ, અન્યથા નુતરાં જાય છે. નુતરાંમાં જે સ્થાપનાચાર્યજી સમક્ષ ક્રિયા કરવાની હોય તે શ્રી મહાનિશીથના જોગવાળા એટલે કે તે જોગ કરેલા મહાત્મા દ્વારા પડીલીધેલા જ કહ્યું, અન્ય નહી. નુતરાં (એક કાલગ્રહણ લેવું હોય તો) પભાઈના જ દેવા, બે લેવાં હોય તો પભાઈની સાથે બીજું જે કાલગ્રહણ લેવું હોય તેના દેવાય છે. નુતરાં દેનાર જોગમાં હોય અને તેણે સાંજની પણાની ક્રિયા બાદ અને જોગમાં ન હોય તે સાધુ સાંજે પચ્ચકખાણ – વંદનાદિ કરે, બાદ નુતરાં આપે તથા નુતરાં દઈને તુરંત ચંડીલ પડીલેહે.. સાંજે નૂતરાં દેતાં કાલગ્રહી ૪૯ માંડલા ચારે દિશામાં દંડાસન દ્વારા પૂર્ણ કરે ત્યારબાદ ભૂલ કે છીંક થાય તો નુતરૂં ભાંગે છે અને ફરી તે સાધુ કાલગ્રહણ લઈ શકતા નથી પણ તે બેમાંથી એક કે ઉભય બદલાઈ જાય તો, ચાલે.. સાધ્વીજીની સાંજની ક્રિયા થઈ ગયા પછી જ સાધુ નુતરાં આપે જો પહેલાં આપી દે તો તે નુતરાં સાધ્વીજીને ન ખપે. સાધ્વીજીને માત્ર વિરતિ અને પભાઈ વધુમાં વધુ બે કાલગ્રહણ જ લેવાના કલ્પ છે. ખાસ કારણે નુતરાંના પ્રારંભથી ૪૯ માંડલા ચારે દિશામાં કાલગ્રહી પૂર્ણ કરે, તે પૂર્વે કોઈપણ સ્થાને ક્ષતી થાય તો, પભાઈ કાલના નુતરાં ત્રણ વાર દેવાય છે.
મોહનીયની પ્રબળતાને તોડવાનું કઠોર વજ તેનું નામ ચો
- આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.