________________
ખાસ નોંધ:- ઉપરોક્ત વિધાન ખાસ ‘પભાઈ’ અને ‘વિરતિ'ને આશ્રયી જણાવેલ છે હવે જો ૪ કાલગ્રહણ લેવા હોય તો સર્વ પ્રથમ ‘વાઘાઈ' અને અધ્ધરતિ’ ના નુતરાં દેવા, જેમાં સ્થાપનાચાર્યજી દક્ષિણદિશા તરફ રાખી તે દિશામાં નુતરાં દેવા.. હવે જો તેજ કાલગ્રહી અને દાંડીધર ‘પભાઇ' અને ‘વિરતિ' ના નુતરાં આપવાના હોય તો સ્થાપનાચાર્યજીને પશ્ચિમ તરફ પધરાવે અને ઉપરોક્ત વિધિમાં... પચ્ચ૦ કર્યુ છે જી તથા જીંડીલ પડીલેહશું.. આ બે આદેશ માંગવા નહી, અગર જો કાલગ્રહી કે દાંડીધર બેમાંથી એક અથવા બંને બદલાય તો તે આદેશો અવશ્ય માંગવા..
•
- સૂયતાજોગમાં પ્રવેશ કરવાને પૂર્વ દિવસે સાંજે પચ્ચકખાણ કરી વસતિ જોઈ નુતરાં દેવાય. હંમેશ માટે વડીલ (પર્યાયાધિક) કાલગ્રહી બને, લઘુ પર્યાયી દાંડીધર બને.. નુતરાં દેનાર કાલગ્રહી - દાંડીધર તથા જોગીએ માંડલા (ચંડીલ પડીલેહણ) નુતરાં પૂર્વે કરવા નહી. પહેલાં (જોગ પ્રવેશના આગલા દિવસે) દિવસે એક જ પભાઈ કાલગ્રહણના નુતરાં દેવાય. જોગના પ્રવેશ - સમુદેશ – અનુજ્ઞાના દિવસોમાં એક જ ‘પભાઇ” કાલગ્રહણ લેવાય.. એક નુતરાં જાય તો દાંડીધર અને કાલગ્રહી તરીકે ઉભયને બદલીને ફરી નુતરાં દેવાય અથવા તો બેમાંથી એક ને બદલવાથીય ફરી નુતરાં દેવાય.. સુદ પક્ષની એકમ - બીજ - ત્રીજ નાં રાત્રે ‘વાઘાઈ’ કાલગ્રહણ લેવાય નહી.. (પ્રવચન સારોદ્ધાર ૫. નં. ૪૨૩ તથા યોગ વિધિ કલમ નં. ૭૦પ્રમાણે સુદ ૨૩૪ ના ‘વાઘાઈ’ ન કહ્યું, તેમ હાલમાં પરંપરા જણાય છે.) નુતરાં જ્યાં જે સ્થાને, જે દિશામાં દીધા હોય, તે જ સ્થાને, તે દિશામાં કાલગ્રહણ લેવું. નુતરાં દેનાર દાંડીધર - કાલગ્રહી તથા સર્વ યોગીને સાંધેલું વસ્ત્ર, ઉપરથી દોરા કે નિશાન કરેલું વસ્ત્ર, ઓઘા આદિમાં દાંત ખોતરવાની સળી કે