________________
માંડલાની ક્રિયા કરવી.. માંડલા પૂર્ણ કરી કાલગ્રહી દંડાસણ દ્વારા જમણી બાજુની ભૂમિ પ્રમાજી દંડાસણ મૂકતાં હોય ત્યારે દાંડીધર “દિશાવલોક હોય છે..?” કાલગ્રહી હોય છે' પછી કાલગ્રહી દંડાસન નીચે મૂકે. પછી દાંડીધર નીચે બેસી જગ્યા પુંજી પાટલી હાલે નહી તેવી રીતે સ્થિર કરી મૂકે અગર પાટલી હાલતી હોય તો તે સ્થાને તગડીને લઈ નીચે મૂકે, ન હાલતી હોય તો તેને છૂટી મૂકી દે... દાંડીધર :૧ નવકાર દ્વારા બેઠાં બેઠાં પાટલી સ્થાપે પછી ઉભા થઇ કાલગ્રહી અને દાંડીધર ઉભા -ઉભા ૧ નવકાર દ્વારા પાટલી સ્થાપે. (કાલગ્રહીએ માત્ર સ્થાપવાની મુદ્રા કરવી) દાંડીધર ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ વસહિ પdઉં?” ઉભા-ઉભા - કાલગ્રહી ‘પહ' દાંડીધર ઇચ્છે’ (‘ભગવદ્ !” શબ્દ આદેશમાં ન બોલવો). દાંડીધર :ખમાસમણ : “સુદ્ધા વસહિ” કાલગ્રહી ‘તહત્તિ' બંને જણ સાથેખમાસમણ : “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” બંને જણ સવળો હાથ રાખી૧ નવકારે પાટલી ઉત્થાપે નુતરાની ક્રિયા પૂર્ણ થતાં ‘અંડીલ પડિલેહવા..'
- ઇતિ નુંતરા વિધિ પૂર્ણ.