SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘટ્ટામાં પાણી વાપરતા સમયે જોગીને અસંઘટ્ટાનો કપડો જો આચાર્ય સૂકવતા હોય અને અડી જાય તો આલોચના આવે દિવસ પડે નહી એક આસને સંઘટ્ટે વાપરવા બેઠેલા યોગીમાં જેની પાસે અસંઘટ્ટાની વસ્તુ હોય તો તેનો દિવસ પડે, અન્ય યોગીઓને આલોચના આવે સંઘટ્ટાદિ જોગમાં ગોચરી - પાણી આલોચ્યા વગર વાપરે તો દિવસ પડે.. સંઘટ્ટામાં ક્લેવરવાળું ગરણું પાસે રાખી ગોચરી - પાણી વાપરે તો દિવસ પડે યોગીનું કાંઈપણ ચીજ - વસ્તુ) ઉપકરણપૈકી ખોવાઈ જાય અને તેનું એકાદ વખતનું (સવાર સાંજ) પડીલેહણ રહી જાય તો દિવસ પડે.. પરંતુ જો તે જીર્ણ-શીર્ણ થયું હોય તો વિધિવત્ પરઠવી દેતો ચાલે.. સંઘટ્ટો લઈ જોગી આચારિકની સાક્ષીએ ગોચરી - પાણી વહોરે અને આચારિક ‘ધર્મ લાભ આપવો ભૂલી જાય તો આલોચના આવે.. ‘ઝોળી’ વાપર્યા પછી મૂકતી વેળાએ મહાનિશીથવાળા ‘મૂકો' તેમ ન કહે અને તે પૂર્વે જોગી હાથમાંથી ઝોળી બહાર કાઢે અથવા મૂકી દે તો દિવસ પડે અણહારી દવા વહોરવા માટે પણ પાત્ર સંઘટ્ટામાં લેવું આવશ્યક છે તેમાં જ વહોરવી.. જોગીનું જ ગરમ આસન હોય અને સંઘટ્ટામાં ન લીધું હોય તો તેને પાસે રાખી ગોચરી-પાણી વહોરાય નહી.. પ્રભાતે દેવવંદન (દેરાસરજીનું ચૈત્યવંદન ન કરતાં) અકરણે, મુખ વસ્ત્રિકા વા ધર્મધ્વજ ગમને (મુહપત્તિ અથવા રજોહરણ ખોવાતા), સવારની ક્રિયા પૂર્વે, સાંજની ક્રિયા પછી છું ડીલ જવું પડે, આચારિક વિના સ્થ ડીલ-ગોચરી-પાણી માટે એકલો જોગી ૧૦ ડગલાં બહાર જાય, રાત્રે અથવા દિવસે વમન (ઉલ્ટીમાં અનાજનાં દાણાં હોય તો) થાય, પચ્ચકખાણ પારવું વિસારે, આહાર-પાણી કરે, વાપર્યા બાદના ચૈત્યવંદન અકરણે પાણી વાપરે વિગેરે કારણોથી દિવસ પડે.
SR No.600351
Book TitleBruhad Yog Vidhi Part 04 Kalik Yog
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages94
LanguageSanskrit
ClassificationManuscript
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy