________________
'આ કલમોનો ઉપયોગ માત્ર યોગદ્વહન કરાવનાર વિડીલ પૂજ્યો માટે જ છે, તેઓએ ધ્યાન પર લેવી તેમજ સ્વ પરંપરા પ્રમાણે
' ઉચિત જણાય તેમ આચરણા કરવી.. ગોચરી વહોરી લાવ્યા બાદ જોગી ગોચરીમાં ફ્લેવર દેખે નીકળે અને તેમાંથી ગોચરી વાપરી ન હોય, તો તે ગોચરી અન્યને આપી દે તો દિવસ ન પડે, પરંતુ જો વાપરી હોય તો જે - જે જોગીએ જેમાંથી ક્લેવર નીકળ્યું તે ગોચરીની વસ્તુ વાપરી હોય તો તે વાપરનાર તમામના દિવસ પડે. જો વસતી જોઈ આવ્યા હોય બાદ ક્રિયા કરે અને તે પછી જૂનું ક્લેવર (પંચેન્દ્રીયનું) નીકળે તો ફરીથી ક્રિયા કરે, પરંતુ જો તે દિને નંદીની ક્રિયા કરી હોય તો દિવસ પડે કેમકે નંદીની ક્રિયા ફરી કરવી કલ્પતી નથી.. જોગમાં પડીલેહણના આદેશ લેવાના રહી ગયા હોય તો દિવસ પડે નહી, આલોચના આવે. ચાતુર્માસ દરમ્યાન જોગના દિવસોમાં પોરિસી કાજો લીધા વિના ગોચરી વાપરે તો દિવસ પડે નહી, આલોચના આવે. સાંજની ક્રિયા કરી રહ્યા પછી ઉત્કાલિક જોગમાં માંડલા પૂર્વે ઠલ્લે જવું પડે તો ફરીથી ક્રિયા કરાવી શકાય. જો કોઈ વસ્તુ વિ. કે ઉપધિ વિ. નું પડીલેહણ બાકી હોય તો અન્ય પાસે કરાવી લે.. દેરાસરમાં ચૈત્યવંદન કર્યું અને પચ્ચકખાણ લેવું ભૂલી ગયા તો આલોચના આવે સાધુ મ. મહાનિશીથવાલા પાસે તથા સાધ્વીજીએ આચારાંગવાળા પાસે પચ્ચકખાણ લેવું... રાત્રે હરસ – મસાવાળાને માત્ર લોહી નીકળે તો આલોચના આવે પરંતુ જો મળ નીકળે તો દિવસ પડે જોગમાં ગોચરીમાંથી સચિત્ત વસ્તુ - બીજ કે ઠળીયો નીકળે અને તે ગોચરી આદિ વાપરી હોય તો દિવસ પડે, અચિત્ત વસ્તુ -બીજ કે સીજેલો ઠળીયો નીકળે તો આલોચના આવે (જો બહાર કાઢે તો) વાપરી જાય તો વાંધો નહી
૧૫)