________________
'શ્રી પાટલી (હાલ માંડલા) ની વિધિ.. કાલગ્રહણ બાદ કાળ પdવો; સજઝાય પઠવવી, અનુષ્ઠાનની ક્રિયા કરવી, સજઝાય પઠવવી પછી પાટલી કરવાની વિધિનો ક્રમ સમજવો..
સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખવા (સાધ્વીજી વિ. પોતાની વસતિમાં જઈ પાટલી કરવાના હોય તો તેમણે ત્યાં વસતિ જોવાની રહે) સાધુને તો સવારે ક્રિયા પૂર્વે જોયેલી વસતિ ચાલે તે અનંતર ક્રિયા છે.
પાટલી છૂટી મૂકવી (પૂર્વવત્ પાટલી - મુહપત્તિ - દાંડીઓ તથા તગડીને છુટાં છુટાં મૂકવા) સૌ પ્રથમ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઈરિયાવહિયં પડિક્કમામિ ?
ઇચ્છે” ઇચ્છામિ પડિક્કમિઉં.. ઇરિયાવહિયાએ.. તસ્સઉત્તરી. અન્નત્થ... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમ્મલયરા.. સુધી” કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ..
૦ ૦ ૦ કાલ માંડલુ પ્રારંભ ૦ ૦ ૦ પાટલીની સમીપમાં ઉભડક બેસી પાટલીની પ્રાર્થના..જમણા હાથમાં પોતાની મુહપત્તિ ઓધો સાથે રાખી ઓધાથી ડાબો હાથ પૂંજે પછી ડાબા હાથે પાટલી લેતાં પૂર્વે ઓવાથી પાટલી પૂંજે.. પાટલીને ૨૫ બોલ બોલવા પૂર્વક ઓઘાથી પડીલેહણ કરે, પછી દરેક વખતે ઉપર પ્રમાણે હાથ પૂંજી મુહપત્તિ પૂંજી લેઇ ૨૫ બોલથી પડીલેહણ કરે, પછી પાટલી પૂંજી તેની પર મૂકવી પછી હાથ ગૂંજી દાંડી પૂંજી, દાંડી લેઈ ઓઘા દ્વારા ૧૦બોલથી પડીલેહી પાટલી ઉંચેથી પૂંજીને તેના પર મૂકવી, પછી બીજી દાંડી હાથ પૂંજી, દાંડી પૂંજી દાંડી લઈ ૧૦બોલથી પડીલેહી પાટલી ઉંચેથી પૂંજી તેના પર મૂકવી પછી તગડી લેતા પૂર્વ હાથ પૂંજી, તગડી પૂંજી, તગડી લેઈ ૪ બોલથી ઓઘાથી પડીલેહી પાટલી ઉંચેથી પૂંજીને પાટલી હાલે નહી તેમ ગોઠવવી જો પાટલી ન હાલતી હોય તો પાટલી આગળ મૂકવી..