________________
૦ ૦ ૦ સઝાય ભંગ સ્થાન ૦ ૦ ૦ સજઝાય પઠવતી સમયે નિમ્ન સ્થાનોમાં સજઝાય ભાંગે છે. પાટલી થાપતાં, ખમાસમણ દેતાં, ‘સંદિસાઉં' – ‘પવઉં”, કાઉસ્સગ્ન કરતા, કાઉસ્સગ્ગ પારતાં વિધિ કરતાં પદ – અક્ષર વિ. ન્યુન કે અધિક
બોલાઇ તો જાય.. • સઝાય પઠવતી વેળાએ જોગી અથવા અન્યને છીંક આવે, અથવા રૂંગુ (રડવાનો અવાજ) (કૂતરું - બાળ વિ.પંચેન્દ્રિયનું વિસ્વર રૂદન)
સંભળાય, કોઈની પણ છીંક સંભળાય તો જાય. પાટલીને સઝાય પઠવતાં જોગીને અથવા ક્રિયાકારકને કાંઈપણ અડે તો જાય. અક્ષર કૂડો બોલાય કે બેવડાય તો જાય. ઓધો મુહપત્તિ પડે તો અથવા ઉંધા પકડાય તો જાય..
ભગવન્! મુ સજઝાય સુદ્ધ'નો આદેશ ન બોલે ત્યાં સુધી પદ - અક્ષર ન્યુનાધિક બોલાય તો ભાંજે, પરંતુ ત્યારબાદ સૂત્ર - આદેશમાં ભૂલ થતાં નવકાર થાપી ભૂલ સુધારી સઝાય પૂર્ણ કરી શકાય, બાકીના કારણોમાં ગણવું નહી... સજઝાય પઠાવતાં અને પાટલીઓ કરતાં ૯ વાર ભાંગે તો કાલગ્રહણ જાય..