________________
- સૂચના - અનુષ્ઠાનની ક્રિયા કરતાં પહેલા જે સજઝાય પઠાવવાની છે તે સઝાય જોગીઓ તથા ક્રિયાકારક બંનેએ પઠાવવી.... એક કાલગ્રહણ હોય તો ક્રિયા પૂર્વે અને કાલ પર્વયા બાદ ૧ સજઝાય પઠવવી, બે કાલગ્રહણ હોય તો બે સજઝાય પઠવવી. પછી ક્રિયા કરવી. પાટલી વખતે સૌની જુદી પાટલી જોઈએ, સજઝાય પઠવવામાં સામુદાયિક એક પાટલી ચાલે.. સઝાય પઠવતાં યોગી અથવા ક્રિયાકારક, સૂત્ર બોલનાર કે કોઈપણની સૂત્ર-આદેશની ભૂલ થતાં ભૂલ કરનારની સજઝાય જાય ત્યાંથી અન્ય યોગી વિ. બોલવાનું શરૂ કરે તો તેમની સજઝાય ચાલુ રહે, ભૂલ કરનારે બીજી જુદી પાટલી થાપી, સજઝાય પૂરી પઠાવવી જોઈએ....
ઈતિશ્રી સઝાય પઠાવવાની વિધિ.
ચોગ કે તપોધાન વિના શાસ્ત્ર અભ્યાસુ,
જ્ઞાન કુશીલ કહેવાય (આચાર પ્રદીપ) - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક
પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા