________________ * સાત આયંબીલ જો લગાતાર કર્યા હોય તો સાતમા આયંબીલે સંધ્યા અવસરે પાણી વાપરી રહ્યા પછી ક્રિયા કરે.. * બે વિભાગમાં સાત આયંબીલ કરે તેમાં જો ચાર પછી ત્રણ અથવા ત્રણ પછી ચાર આયંબીલ કરી, સાત કરે તો તેને તો જેટલા આયંબીલ કરે, તેના છેલ્લા દિને તેટલી માંડલીની ક્રિયા કરી તેટલી માંડલી ભેગી કરે, ત્યારબાદ માત્ર, એક બેસણુ કરે, પછી જે બાકી આયંબીલ કરે તેના અંતિમ દિને શેષ માંડલીની ક્રિયા કરે તેમ થઈ સાત માંડલી વિધિ પૂર્ણ થાય.. સાત આયંબીલ દરમ્યાન સવારે પચ્ચકખાણ લીધાં પહેલા અને સાંજે પચ્ચકખાણ લીધા પછી ઠલ્લે કે દેરાસર જાય તો દિવસ પડે. * વાપર્યા બાદનું ચૈત્યવંદન - તથા પચ્ચકખાણ પારતાં સમયની વિધિસ્થાપનાજી ખુલ્લાં રાખીને કરવી.. * વડીદીક્ષા પૂર્વે માંડલીના સાત આયંબીલ કરાવી શકાય નહીં. * સાત આયંબીલ પૂર્ણ થાય તે દિવસે સાંજની ક્રિયામાં ઉપરોક્ત આદેશ માંગવાપૂર્વકની વિધિ કર્યા બાદ પ્રતિક્રમણ વિ. કલ્પે. સૂત્ર પઠન -પાઠન માટે જ નહિ, શ્રવણ માટે પણ યોગની જરૂરત છે. (શ્રી નિશીથભાષ્ય ચૂર્ણિ) - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદિવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા