________________
શ્રી માંડલીના સાત આયંબીલની ક્રિયા કરવાની વિધિ શ્રી દશવૈકાલીક સૂત્રના યોગ પૂર્ણ થયા હોય, વડીદીક્ષા થઈ ગઈ હોય ત્યારબાદ સાત આયંબીલના જોગ થાય છે. તેની સંપૂર્ણ આચરણા આવશ્યક શ્રુતસ્કંધ, દશવૈકાલીક સૂત્રના જોગની માફક હોય છે પવેણાની વિધિને સ્થાને માત્ર સાત દિન યાવત્ રોજ સવાર-સાંજ વસતિ જોઈ પદસ્થ ગુરૂને અથવા મહાનિશીથના જોગ કરેલ સાધુને વંદન કરી પ્રાતઃ આયંબિલનું અને સાંજે પાણહારનું પચ્ચખાણ કરે.. સાતમે દિવસે સાંજે વસતિ જોઈ... ગુરૂવંદન કરી... સ્થાપના ખુલ્લા રાખી ક્રિયા પ્રારંભવી... ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઈરિયાવહિયં પડિક્કમામિ'? ગુરૂ - “પડિક્કમેહ'શિષ્ય - “ઇચ્છે' યાવત્..પ્રગટ લોગસ્સ પર્યત.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિ પdઉં?” ગુરૂ - ‘પહ’શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.ભગવન્!સુદ્ધા વસહિ?” ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલઉં?”