________________
સાધ્વીજી હોય તો ગુરૂ હિતશિક્ષા ફરમાવી દે બાદ ઉપાશ્રયે જઈ માત્ર શ્રાવિકા બેનો વાંદે..
ગુરૂ ‘“જ્ઞાતાસૂત્રની ધનશ્રેષ્ઠીની ૪ વધુનું દૃષ્ટાન્ત સમજાવી વ્રત પાલનની મહત્તા કહે.. વાજતે - ગાજતે શ્રી સંઘ સાથે દર્શન કરવા
જિનાલયે જાય..
ઉપાશ્રયે આવી સર્વપ્રથમ‘ઇરિયાવહિયા કરાવી
બાદ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! અચિત્તરજ ઉડ્ડાવણી કાઉસ્સગ્ગ કરૂં.. ?'
ગુરૂ :‘કરેહ’શિષ્ય :‘ઇચ્છ’..... અચિત્તરજ ઉડ્ડાવણી કરેમિ કાઉસ્સગ્ગ.... અન્નત્થ.... ૪ લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘સાગરવર ગંભીરા.. સુધી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ..
પછી નૂતન શિષ્યને ઈશાન ખૂણા સન્મુખ બેસાડ઼ી ૧ બાંધી નવકારવાળી ગણાવવી..
ઈતિ શ્રી વડી દીક્ષા વિધિ સંપૂર્ણ
સુચના -
• જોગમાં હોય અને વડીદીક્ષાનું મુહૂર્ત ૧૨ વાગ્યા પછી હોય તો સવારે અધ્યયનની ક્રિયા સાથે જ પવેણુ કરી લેવું, પરંતુ સજ્ઝાય ન કરાવે. ♦ મુહૂર્ત મોડું હોય તો છ ઘડી પોરિસીનો સમય થતાં ‘“બહુ પડિપુન્ના પોરિસી (છ ઘડી પોરિસી)’' ભણાવી લેવી, સજ્ઝાય અને પચ્ચક્ખાણ પછી કરી
શકાય.
• દશવૈકાલીકની અનુજ્ઞાનો દિન તથા વડીદીક્ષાનો દિન બંને એક દિન આવે તો ક્રિયા દરમ્યાન એક નંદીમાં બંન્નેના આદેશ સાથે માંગવાથી આવી જવાથી, એક નંદી ચાલે, બે નંદી કરાવવાની જરૂર નથી.
♦ જઘન્યથી ૧૩મા દિવસે (૪થા અધ્યયનની ક્રિયા કરી, અનુયોગ કરાવી) વડીદીક્ષા થઈ શકે.
♦ પવેણુ કર્યા પછી સજ્ઝાય બાકી રાખવી બાદ વડી દીક્ષાની ક્રિયા કરાવવી આમ; વડીદીક્ષા આપી શકાય છે.