________________
...... જોગદિન પેસરાવણી (કાલિક યોગે સંઘટ્ટો - આઉત્તવાણય લેવરાવણી) ઉપવાસ - આયંબીલનું પચ્ચકખાણ હોય તો પાલી તપ કરશું? ગુરૂ - કરજો' શિષ્ય -“ઇચ્છે' નિવિ હોય તો પાલી.. પારણું કરશું...? ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી” ગુરૂમુખે - ઉપવાસ - આયંબિલ નિવિનું યથાયોગ્ય પચ્ચકખાણ અંગીકાર કરે. બે વાંદણા.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં?” ગુરૂ - “સંદિસાહ’ શિષ્ય - “ઇચ્છે’ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ?” ગુરૂ - ‘ઠાવેહ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” નોંધ:- આવશ્યક - દશવૈકાલીક વિગેરે ઉત્કાલીક જોગમાં તુરંત સજઝાય કરવી. જો કાલીકયોગ હોય તો સંઘટ્ટો - આઉત્તવાણયના નિમ્ન આદેશ લેવા. કોઈપણ ચીજ વસ્તુને અડકાય નહી તેવી રીતે અલગ રહેવું. જો આ આદેશ દરમ્યાન કોઇ વ્યક્તિ કે ચીજ-વસ્તુ અડતાં, ઉજેહી પડતાં, છીંક આવતાં, મુહપત્તિ વિ. અલગ પડતાં ફરી ક્રિયા કરવી કલ્પ..