________________
શ્રી પવેયણાની વિધિ
સો ડગલાંમાં વસતિ જોઈ શુધ્ધ કરવી..
દરેક ક્રિયામાં મહાનિશીથ સૂત્રના યોગહન કરેલાના પડિલેહણ કરેલા સ્થાપનાજી ખુલ્લાં રાખવા..
સ્થાપનાજી ખુલ્લાં રાખવા..
(તા.ક. :- પૂર્વે નંદી કે અનુષ્ઠાનની ક્રિયામાં વસતીના આદેશ માંગેલ હોય તો અહીં જરૂર નથી, પવેણાં મુહપત્તિના આદેશથી પ્રારંભ કરવો. કિન્તુ, માત્ર પવેયણાની વિધિ હોય તો શરૂઆતથી કરવી કલ્પે..)
સૌપ્રથમ ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ?’’
ગુરૂ - ‘પડિક્કમેહ’શિષ્ય - ‘ઇચ્છું’
ઇરિયાવહિયા...તસ્સ ઉત્તરી... અન્નથ... સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘‘ચંદેસુ નિમ્મલયા..’’ પ્રગટ લોગસ્સ.. ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !વસિંહ પવેઉં ?
ગુરૂ - ‘પવેહ’શિષ્ય - ‘ઇચ્છું’
ખમાસમણ.. “ભગવન્ ! સુધ્ધા વસહિ ?’’ ગુરૂ - ‘ – ‘તત્ત’
ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !પવેયણા મુહપત્તિ પડિલેઉં ?''
ગુરૂ - ‘પડિલેવેહ’શિષ્ય – ‘ઇચ્છું’...