________________
ઉપાશકદશાંગ સાનુવાદ ને ૧૫ર
ઉપાસકદશા સમાપ્ત. સાતમા ઉપાસકશા અંગને એક શ્રુતસ્કંધ છે. દશ અધ્યયને એક સરખા છે. તે દસ દિવસે ઉપદેશાય છે, ત્યાર બાદ બે દિવસોમાં શ્રુતસ્ક-ધને સમુદેશ-સૂત્રને સ્થિર પરિચિત કરવા માટે ઉપદેશ કરાય છે અને અનુજ્ઞા-સંમતિ અપાય છે તેમજ તે અંગને સમુદેશ અને અનુજ્ઞા અપાય છે.
*****
*
બીજાને શી રીતે રુચે ? તે પણ કઈક ચિત્તના ઉલ્લાસથી એ પ્રમાણે મેં કંઈક કહ્યું છે, તેમાં જે યુક્ત હોય તેને મારી પ્રીતિને માટે નિર્મલ બુદ્ધિવાળા પુરુષે સ્વીકાર કરે. શ્રી ચન્દ્રકુલરૂપ આકાશમાં સૂર્યસમાન શ્રીજિનેશ્વરાચાર્યના શિષ્ય શ્રીમદ્દનવાંગીના ટીકાકાર શ્રીમદ્
અભયદેવાચાયે કરેલા ઉપાસકદશાની ટીકાને અનુવાદ સમાપ્ત.
****************
$ ઉપાસકદશાંગ સુત્ર સમાપ્ત