________________
ઉપાશકદશાંગ સાનુવાદ ૫ ૧૩૬ ૫
XXXXXXXXXX)
કરનારી તારી અગ્નિમિત્રા ભાર્યો છે તેને તારા પોતાના ઘરથી લઈ જઇશ, લઈને તારી પાસે તેના ઘાત કરીશ, ઘાત કરીને નવ માંસ સાલ્લ-માંસના ખંડ કરીશ. કરીને આદાણુ-આંધણથી ભરેલા કડાયામાં ઉકાળીશ, ઉકાળીને તારા શરીરને માંસ અને લેાહી વડે છાંટીશ, જે રીતે આર્તધ્યાનની અત્યન્ત પરાધીનતાથી પીડિત થયેલા તું જીવિતથી મુક્ત થઈશ.
ત્યાર પછી તે દેવે એ પ્રમાણે કહ્યુ` છતાં તે સટ્ટાલપુત્ર શ્રમણેાપાસક નિર્ભય થઈને વિહરે છે. ત્યાર બાદ તે દેવે સાલપુત્ર શ્રમણેાપાસકને બીજી વાર અને ત્રીજી વાર એ પ્રમાણે કર્યું—હે સફાલપુત્ર શ્રમણોપાસક ! ઇત્યાદિ (પૂર્વીકત) કહે છે. તે પછી તે વે બીજી વાર અને ત્રીજી વાર એ પ્રમાણે કહ્યુ' એટલે સાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રકારના વિચાર થયા−ઇત્યાદિ ચુલનીપિતાની પેઠે ચિતવે છે-જે મારા જ્યેષ્ઠ પુત્રને, જે મારા મધ્યમ પુત્રને, અને જે મારા કનિષ્ઠ-નાના પુત્રને મારી (તેના લાહી અને માંસ વડે મારા શરીરને) છાંટે છે, અને જે આ મારી અગ્નિમિત્રા ભાર્યા સુખ દુઃખમાં સમાન સહાય કરનારી છે તેને પણ મારા પોતાના ઘરથી લઈને મારી પાસે ઘાત કરવાને ઈચ્છે છે, તા મારે એ પુરુષને પકડવા શ્રય-યાગ્ય છે’ એમ વિચારીને તે દોડયો-ઇત્યાદિ ચુલનીપિતા સંબન્ધે કહ્યું છે તેમ બધુ' કહેવુ. પરન્તુ અગ્નિમિત્રા ભાર્યા કાલાહલ સાંભળીને કહે છે. બાકી બધી વક્તવ્યતા ચુલનીપિતાની વક્તવ્યતાની પેઠે જાણવી. પરન્તુ તે (સાલપુત્ર) કાળ કરી અરુણભૂત વિમાનમાં ઉત્પન્ન થયા અને યાવત્ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. અહી નિક્ષેપ-ઉપસ’હાર કહેવા.
સાતમા ઉપાસકદશાંગના સાતમાં અધ્યયનને અનુવાદ સમાપ્ત,
**********