________________
**
ઉપાસકદશાંગ સાનુવાદ. છે ૧૩૪
૧૫. ત્યાર બાદ શ્રમણોપાસક સદાલપુત્રે મંખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! જે માટે મારા ધર્માચાર્ય મહાવીરના વિદ્યમાન, સત્ય, તથા પ્રકારના સદભૂત ભા વડે ગુણુકીર્તન કરે છે, તેથી હું તમને (પ્રાતિહારિક) પાછા આપવા યોગ્ય પીઠ-આસન, યાવતુ સંસ્મારક વડે આમંત્રણ કરૂં છું, પરંતુ ધમર અને તેપની બુદ્ધિથી કરતું નથી. તે માટે તમે જાઓ અને મારા કુંભકારની શાળામાં પ્રતિહારિક પીઠ, ફલક યાવત્ ગ્રહણ કરીને રહો. ત્યાર પછી તે મંખલિપુત્ર ગોશાલક શ્રમણોપાસક સદાલપુત્રને જ્યારે આધવણુ-કથન, પ્રતાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વડે નિગ્રંથ પ્રવચનથી ચલાયમાન કરવાને, ક્ષોભ કરવાને, વિપરિણામ કરવાને સમર્થ થતો નથી ત્યારે શ્રાન્ત થયેલ, તાન્ત–પ્લાનિ પામેલે અને પરિતાન્ત-ખિન્ન થયેલ તે પિલાસપુર નગરથી નીકળે છે અને બહારના દેશોમાં વિહરે છે.
*********
નિઉણુસિપેવગએ સૂથમ શિ૯૫ યુક્ત (મનુષ્ય) “અજં વા” બકરે, “એક વા’ ઘેટે, “શુકર વા ડુક્કર, કુટકુકડો, તિત્તિર-તેતર, વર્તક-બતક, લાવક–લાવા, કપોત-પારેવા કપિંજલ, વાયસ-કાગડ, યેન-બાજ એ બધા લેક પ્રસિદ્ધ પક્ષીઓ જાણવા. તેને હત્યંસિ વા’ હાથને વિશે, જે કે અજ વગેરેને હાથ લેતા નથી, તે પણ આગળને પગ હાથ જેવો છે એમ સમજી “હાથને વિશે” એમ કહ્યું છે, જેને જે સંભવે તે પ્રમાણે હાથ, પગ, ખરી, પુરછ, પિચ્છ, શિંગડા, વિષાણુ અને રોમની યોજના કરવી. પિછ–પિંછા-પાંખને અવયવવિશેષ, શિંગડા બકરા અને ઘેટાને જાણવા. વિષાણુ શબ્દ જે કે હાથીના દાંતને વિશે પ્રસિદ્ધ છે, તે પણ સમાનપણાથી સુઅરના દાન્તને વિશે
*