________________
ઉપાશકદશાંગ સાનુવાદ છે ૧૨૬
ધાર્મિક યાનપ્રવર-શ્રેષ્ઠ વાહનને હાજર કરો. હાજર કરીને મને આ આજ્ઞા પાછી આપે. ત્યાર બાદ તે કૌટુંબિક પુરુ (તે બધું કરીને) આજ્ઞા પાછી આપે છે.
૧૦. ત્યાર પછી તે અગ્નિમિત્રા ભાર્યા સ્નાન કરી યાવત્ કોતક, મંગલ અને પ્રાયશ્ચિત કરી શુદ્ધ અને પ્રવેશ ગ્ય વસ્ત્ર પહેરી, અ૯પ અને મહામૂલ્યવાળા અલંકાર વડે શરી૨ શણગારી, ચેટિકા-દાસીઓના સમૂહ વડે વીંટાયેલી ધાર્મિક શ્રેષ્ઠ વાહન ઉપર ચઢે છે, ચઢીને પલાસપુર નગરના મધ્ય ભાગમાં થઈને નીકળે છે, નીકળીને જ્યાં સહસ્સામ્રવન નામે ઉદ્યાન છે ત્યાં આવીને ધાર્મિક યાનથી નીચે ઉતરે છે. નીચે ઉતરીને દાસીઓના સમુદાય વડે વીટાયેલી (અગ્નિમિત્રા) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં આવે છે. આવીને ત્રણ વાર યાવતુ વન્દન નમસ્કાર કરે છે, વજન નમસ્કાર કરીને અયન્ત પાસે નહિ, તેમ અત્યન્ત દૂર નહિ એમ યાવત હાથ જોડી ઉભી રહીને પર્યું. પાસના કરે છે.
૧૧. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીર અગ્નિમિત્રોને અને તે મેટી પરિષદને યાવત્ ધર્મોપદેશ કરે છે, ત્યાર પછી તે અગ્નિમિત્રા ભાર્યા શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી અવધારી દૃષ્ટ-પ્રસન્ન અને સંતુષ્ટ થયેલી શ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું – “હે ભગવન્ ! હું નિગ્રન્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું કે યાવત્ જે તમે કહો છે. જે પ્રકારે દેવાનુપ્રિય એવા આપની પાસે ઘણા ઉગ્રકુળના, ભગ કુળના ક્ષત્રિઓએ યાવત્ પ્રત્રજ્યા ગ્રહણ કરી છે તે પ્રમાણે હું દેવાનુપ્રિય એવા આપની પાસે મુંડ થઈને પ્રવજ્યા ગ્રહણ કરવા સમર્થ નથી, પરંતુ હું દેવાનુપ્રિય એવા આપની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત