________________
*
ઉપાસક- IN દશાંગ સાનુવાદ. / ૧૧૨
******
પ્રજ્ઞપ્તિ (જેમાં) ઉથાન નથી, યાવત્ સર્વ ભાવો નિયત છે–એ સુંદર હોય અને શ્રમણ ભગવંત મહાવીરની ‘ઉત્થાન છે, યાવત્ સર્વ ભાવ અનિયત છે” એ ધર્મ પ્રજ્ઞપ્તિ ખરાબ હોય તો હે દેવ ! તે આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘતિ, દિવ્ય દેવાનુભાવ-દેવપ્રભાવ શાથી મેળવ્ય, શાથી પ્રાપ્ત કર્યો, શાથી અભિમુખપણે પ્રાપ્ત કર્યો? શું ઉથાન વડે, યાવત પુરુષકાર-પરાક્રમ વડે ? અથવા ઉત્થાન સિવાય, કર્મ સિવાય કે પુરૂષકાર-પરાક્રમ સિવાય ? તે વાર પછી તે દેવે કુંડલિક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું એ પ્રમાણે ખરેખર હું દેવાનુપ્રિય ! મેં આ આવા પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ ઉથાન સિવાય યાવત પુરુષકાર-પરાક્રમ સિવાય મેળવી છે. પ્રાપ્ત કરી છે, અભિમુખ પણે પ્રાપ્ત કરી છે. ત્યાર બાદ તે કુંડલિક શ્રમણોપાસકે તે દેવને એ પ્રમાણે કહ્યું- હે દેવ ! જે તે આ આવા પ્રકારની દિવ્ય દેવદ્ધિ ઉથાન સિવાય યાવત પુરૂષકાર–પરાક્રમ સિવાય મેળવી, પ્રાપ્ત કરી અભિમુખપણે પ્રાપ્ત કરી છે તે જે જીવને વિશે ઉથાન નથી, યાવતુ પુરષકાર-પરાકમ નથી તે દેવો કેમ નથી ? હે દેવ ! જે તે આ આવા પ્રકારની દિવ્ય દેવદ્ધિ ઉત્થાન વડે યાવત પુરૂષકારપરાક્રમ વડે મેળવી, પ્રાપ્ત કરી અને અભિમુખપણે પ્રાપ્ત કરી તે પછી તું જે કહે છે કે મંખલિપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે. કારણ કે તેમાં) ઉત્થાન નથી, યાવત્ સર્વ ભાવે નિયત છે, શ્રમણ ભગવંત મહાવીરની ધર્મ પ્રજ્ઞપ્તિ ખરાબ છે, (કારણ કે તેમાં) ઉત્થાન છે, યાવત સર્વ ભાવ અનિયત છે, તે મિથ્યા છે. ત્યાર બાદ કુંડલિક શ્રમણોપાસકે એ પ્રમાણે કહ્યું એટલે તે દેવ શકિત થયે, યાવત કલુષ-વિપર્યયને પ્રાપ્ત થયું અને કંડકલિક શ્રમણોપાસકને કંઈ પણ ઉત્તર આપવાને શક્તિમાન્ ન થયો. તેણે નામમુદ્રા અને ઉત્તરીય અને પૃથિવીશિલાપટ્ટ ઉપર મુકયા, અને મૂકીને જે દિશાથી આવ્યો હતો તે દિશા તરફ ગયો.
વિ ાબરકરા નો છે આ શિખવે પાણીમાં
*************