________________
ઉપાશકદશાંગ સાનુવાદ. IL og LL
શ્રમણોપાસકને નિગ્રંથ પ્રવચનથી ચલાયમાન કરવાને, ક્ષોભ પમાડવાને, વિપરિણામ-અન્યથા પરિણામ કરવાને શક્તિમાન થતો નથી ત્યારે શ્રાન્ત થયેલ થાકેલા અત્યંત થાકેલે ધીમે ધીમે પાછા ફરે છે. પાછા ફરી પિષધશાલાથી બહાર નીકળે છે. બહાર નીકળીને દિવ્ય પિશાચ રુપને ત્યાગ કરે છે. ત્યાગ કરીને એક મોટું દિવ્ય હાથીનું રુપ વિષુવે છે. જેના સાત અંગ ભૂમિને લાગેલાં છે એવું, સમ્યફ સંસ્થિત-આકૃતિ વાળું, સુજાત-પૂરાં દિવસે જન્મેલું, આગળથી ઊંચું અને પાછળથી વરાહના જેવું, અજાના જેવા પેટવાલું, અલકુક્ષિ-જેનું પેટ લાંબુ નથી એવું, લકરગણેશની પેઠે લાંબા હોઠ અને કર-સુંઢ જેની છે એવું, મુકુલાવસ્થાને પ્રાપ્ત થયેલા મહિલકા-મેગરાની પેઠે વિમલ
અજાકુક્ષિ, બળવાન હોવાથી, અલમ્બક્ષિ' જેનું પેટ લાંબું નથી એવું, “પ્રલદરાધરકર” પ્રલંબ-લાંબા-લાદરગણપતિની પેઠે અધર-હોઠ, કર-સુંઢ જેની છે એવું, “અભુચ્ચય” અભ્યદૃગત-પ્રાપ્ત કરેલી મુકુલાવસ્થા જેણે એ મલ્લિકા-મગર, તેની પેઠે વિમલ-વચ્છ અને ધેાળા દાંત જેના છે એવું, “કાંચનકોશીપ્રવિકૃદન્તમ’ સુવર્ણની કોશીખાલી, તેમાં પ્રવેશેલા દાંત જેઓના છે એવું, એટલે તેના દાંત ઉપર સુવર્ણની ખેાળી છે, કોશી-પ્રતિમા'. આનામિતકંઈક નમાવેલ ચાપ-ધનુષની પેઠે લલિત-વિલાસવાળી અને સંવેલ્લિત-સંકુચિત થયેલ છે. સુંઢને અગ્રભાગ જેને એવું, તથા કર્મ-કાચબાના આકાર જેવા પ્રતિપૂર્ણ ચરણ જેના છે એવું. વીશ નખ જેના છે એવું, આલીન-ઉચિત પ્રમાણ - ૧. અહીં પ્રતિમાને અર્થે હાથીના દાંતે બાંધવાનું આભૂષણ એવો થાય છે. “પ્રતિમા પ્રતિરૂપકે ગંજસ્ય દન્તબધે ચ”—અનેકાર્થ ત્રિસ્વરકાંડ લો. ૪૬૩.