________________
ઉપાશકદશાંગ સાનુવાદ
૫ ૫૪ ૫
પ્રસ્રવણભૂમિ-પેસાબ કરવાની જગ્યાને જુએ છે, જોઈને ડાભના સથારો પાથરે છે, પાથરીને તેના ઉપર બેસે છે, બેસીને પાષધશાલામાં પૌષધ ગ્રહણ કરી ડાભના સથારાને પ્રાપ્ત થઈ શ્રમણ ભગવંત મહાવીરની પાસે ગ્રહણ કરેલી ધર્મ પ્રજ્ઞપ્તિના સ્વીકાર કરી વિહરે છે.
૧૧. ત્યાર પછી તે આનન્દ શ્રાવક શ્રાવકની પ્રતિમાએ સ્વીકાર કરીને બિહરે છે. તેમાં પ્રથમ ઉપાસક પ્રતિમા-વ્રત વિશેષને સૂત્ર પ્રમાણે, કલ્પ પ્રમાણે, માર્ગ પ્રમાણે યથાતથ્ય-યથાર્થપણે સમ્યક્ કાયા વડે સ્પર્શ કરે છે, પાળે છે, શૈાભાવે છે, સંપૂર્ણ કરે છે, કીર્તન કરે છે અને તેનું આરાધન કરે છે. ત્યાર બાદ આનન્દ શ્રાવક બીજી શ્રાવકની પ્રતિમાને, એમ, ત્રીજી, ચેાથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, અને દસમી અને અગિયારમી પ્રતિમાનુ' ચાવતું આરાધન કરે છે.
પ્રતિમા જાણવી.’ પ્‘ચ્ચમ' પાંચમી કાયાત્સગ પ્રતિમાના સ્વીકાર કરે છે. તેનુ' સ્વરુપ આવા પ્રકારનું છે-સમ્યગ્દર્શન, અણુવ્રત અને ગુણુવ્રત, શિક્ષાવ્રતવાળા, સ્થિર, જ્ઞાની આઠમ અને ચતુર્દશીને વિશે (પૌષધના દને) એક રાત્રી કાચાસમાં સ્થિર રહે. પ્રતિમા સિવાયના દિવસેામાં સ્નાનરહિત અને વિકટભાજી-રાત્રીભાજનત્યાગી કચ્છને માકળા મુકી દીવસે-બ્રહ્મચર્ય પાળનાર અને રાત્રિએ જેણે પરિમાણુ કરેલુ છે એવા હાય. કાયાત્સર્ગ પ્રતિમાને વિશે રહેલા ત્રણ લેાકમાં પૂજવા ચેાગ્ય અને જેણે કષાયાને જીત્યા છે એવા જીનાનુ ધ્યાન કરે, અથવા પાતાના દોષથી વિરુદ્ધ એવું ખીજું કોઈ ધ્યાન ચાવત્ પાંચ માસ સુધી કરે. ‘છઠ્ઠ” છઠ્ઠી અબ્રહ્મચર્યના ત્યાગ રુપ પ્રતિમાના સ્વીકાર કરે છે. તેનું સ્વરુપ
****************