________________
ઉપાશકદશાંગ સાનુવાદ, છે ૩૬
લાખ બુદ્ધિપૂર્વક ખાંસી વગેરેના
3 શ
નના કાનમાં પ્રવેશ સિવાય જ બીજાને
સ્થડિલભૂમિ અને પેશાબ કરવાની ભૂમિની પ્રમાજના ન કરવી અથવા બરાબર પ્રમાર્જના ન કરવી. ૫ પિષધેપવાસનું બરાબર પાલન ન કરવું. ત્યાર પછી શ્રમણોપાસકે યથાસંવિભાગ-અતિથિસંવિભાગ દ્રતના પાંચ અતિચારો જાણવા, પણ ભૂમિના ભાગને અભિગ્રહ કર્યો હોય અને તેથી બહારનું કેઈ કાર્ય પડે ત્યારે પોતે નહિ જઈ શક્તો હોવાથી વાડ કે વંડીની પાસે રહેલાને બુદ્ધિપૂર્વક ખાંસી વગેરેના શબ્દ વડે જણાવનારને શબ્દાનુપાત નામે અતિચાર લાગે છે. શબ્દનું અનુપાતન–તેવા પ્રકારનું ઉચ્ચારણ કરવું કે જેથી તે શબ્દ બીજાના કાનમાં પ્રવેશ કરે. ૪ “રુવાણુવાએ” રુપાનુપાત–અભિગ્રહ કરેલા ભૂમિપ્રદેશની બહાર કઈ કામ પડે ત્યારે શબ્દનું ઉચ્ચારણ કર્યા સિવાય જ બીજાને પિતાની પાસે લાવવા માટે પોતાના શરીરનું રૂપ બતાવવું તે રુપાનુપાત. ૫ “બહિયા પુગ્ગલપકવે” બહિઃ પુઘલપ્રક્ષેપ-અભિગ્રહ કરેલ ભૂમિપ્રદેશની બહાર પ્રયજન પડે ત્યારે બીજાને જણાવવા માટે તેના ઉપર પુગલ-ડું વગેરે ફેંકવું. અહીં પ્રથમના બે અતિચાર અનાગાદિ વડે હોય છે અને પછીના ત્રણ અતિચાર વ્રતસાપેક્ષ હોવાથી હોય છે. વાડ કે કીલા વડે મર્યાદિત ભૂમિપ્રદેશમાં અભિગ્રહવાળે કામ પડે ત્યારે પોતે જઈ શકતું ન હોવાથી વંડી કે કિલા વગેરેની પાસે ઉભા રહી ખાંસી વગેરેનો શબ્દ કરે છે અને જેને બોલાવવાનો છે તેને સંભળાવે છે, તે સાંભળીને તે તેની પાસે આવે છે, માટે શબ્દાનુપાત અતિચાર છે. ૫ રૂપાનુપાત-કાર્યનો અર્થી શબ્દો ઉચ્ચાર કર્યા સિવાય પોતાના શરીર સંબન્ધી રૂ૫ જેને બોલાવવાનો છે તેની દૃષ્ટિએ પાડે છે અને તેને જેવાથી તે તેની પાસે આવે છે. તાત્પર્ય આ છે કે મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલા કોઈ મનુષ્યને વ્રતભંગ થવાના ભયથી નહિ બેલાવતો પિતાના શબ્દ સંભળાવાના