________________
છે અહંમ છે શ્રીમદ્ભગવઆર્યસુધર્માસ્વામિપ્રભુત
શ્રી ઉપાસકદશાંગ સૂત્ર
(ગુજરાતી અનુવાદ) ૧-૨ તે કાળે અને તે સમયે ચંપા નામે નગરી હતી. તે ઋદ્ધિવાળી અને ઉપદ્રવ રહિત હતી-ઇત્યાદિ વર્ણન જાણી લેવું. તે નગરીના ઈશાન ખૂણામાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું. તે એક મોટા વનખંડ વડે ચોતરફ વીંટાયેલું
શ્રીમદભયદેવસૂરિકૃત-ટીકાનો અનુવાદ શ્રી વર્ધમાનસ્વામીને પ્રણામ કરીને ઉપાસકદશા વગેરે સૂત્રની પ્રાયઃ બીજા ગ્રંથમાં જોયેલી કંઈકે વ્યાખ્યા કરું છું.
૧ તેમાં ઉપાસકદશા એ સાતમુ અંગ છે. તેને શબ્દાર્થ આ પ્રમાણે છે-ઉપાસક-શ્રમણોપાસક સંબન્ધી અનુઠાનનું પ્રતિપાદન કરનાર દશા-દસ અધ્યયનરુપ તે ઉપાસકદશા કહેવાય છે. આ ગ્રન્થનું નામ બહુવચનાન્ત છે. આ ગ્રન્થના સંબધ, અભિધય-વિષય અને પ્રયોજન સૂત્રના નામના અવર્થ—વ્યુત્પત્તિના સામર્થ્યથી પ્રતિપાદન કરેલાં છે.