SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्यक निर्युक्ति: श्रीतिलकाचार्यलघुवृतिः એ શ્રાવકનું કૃત્ય છે એ વાતને પુષ્ટ કરવાના અભિપ્રાયથી જ થયેલ છે. તે બાબતમાં એ શ્લોકની નીચે ટિપ્પણી આપીને કલિકાલસર્વજ્ઞ પૂ.આ.ભ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં બતાવેલા શ્લોકોની સાક્ષી દ્વારા પ્રતિષ્ઠા એ સાધુકૃત્ય પણ છે એ વાત સિદ્ધ થાય છે અને બીજા ગ્રંથોની સાક્ષી આપી અષ્ટાપદ પર્વત ઉપર સાધુ દ્વારા પ્રતિષ્ઠા થયેલ છે તેના ઉલ્લેખ આપેલ છે. એ માન્યતાને પૂ.ઉપા .શ્રી ધર્મસાગરગણિએ શ્રી પ્રવચન પરીક્ષા ગ્રંથમાં સાધુને પ્રતિષ્ઠા કરાવવામાં કેમ બાધ નથી ? અને શા માટે કરાવવી જોઈએ વગેરે વાતની વિસ્તારથી ચર્ચા કરી છે. આ.શ્રી ચંદ્રપ્રભસૂરીશ્વરજીની માન્યતાવાળા આ.શ્રી તિલાચાર્ય પણ હતા. એટલે તેમણે પણ પૂનમની પક્ષી માટે યુક્તિઓ આપેલ છે. એટલે શ્રીપ્રવચન પરીક્ષા ગ્રંથમાં 'તિસ્ય પૂર્ણત્વમેવ વિસ્તુતિપ્રસ માહ' કહી ખંડન કરેલ છે. વિશેષ આ ગ્રંથની હસ્તલિખિત પ્રત પાટણ શ્રીહેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. તેને ૫૫, સંજ્ઞા આપેલ છે. L.D. ઇન્સ્ટીટ્યૂટ તરફથી પણ પ્રાપ્ત થયેલ છે તેને છૅ, સંજ્ઞા આપેલ છે, જે છાણીમાંથી પ્રત પ્રાપ્ત થયેલ છે તેને છ સંજ્ઞા આપેલ છે, અને જે ખંભાતથી પ્રાપ્ત થયેલ છે તેને જી સંજ્ઞા આપેલ છે. એમાં પ્રત વિ.સં. ૧૪૯૧માં લખાયેલ છે. ૫ પ્રત વિ.સં. ૧૫૭૦માં લખાયેલ છે. ૐ પ્રત વિ.સં. ૧૯૬૨માં લખાયેલ છે. પરમ વિદુષી સા.શ્રી રંજનશ્રીજી મ.સા.ના શિષ્યા સા.શ્રી રતિપ્રભાશ્રીજી મ.સાહેબ દ્વારા હસ્તલિખિત પ્રતમાંથી આજની લિપીમાં લિખંતર કરેલ છે. તથા પ્રૂફ આદિ ચેક કરવા માટે પરમ વિદુષી સા.શ્રી ત્રિલોચનાશ્રીજી મ.સા.ના શિષ્યા વિદુષી સા.શ્રી જ્ઞાનરત્નાશ્રીજી મ.સા. અને એમના શિષ્યા સા.શ્રી પ્રશમલોચનાશ્રીજીએ સહાય કરેલ છે.
SR No.600325
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages626
LanguageSanskrit
ClassificationManuscript & agam_aaturpratyakhyan
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy