________________
आवश्यक
निर्युक्तिः श्रीतिलकाचार्यलघुवृतिः
*********
પ્રસ્તાવના
।। ટીટોમ”નશ્રીમુત્તુરીપાર્શ્વનાવાય નમઃ ।। ।। नमो नमः श्रीगुरुरामचन्द्रसूरये ॥
।।
–
- જિન્નિદ્ -
અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજાએ શાસન-તીર્થની સ્થાપન કરી. પન્નેરૂ વા વિામેડ્ વા ધુણ્ડ વા' આ ત્રણ પદ આપી શ્રી દ્વાદશાંગીની રચના થઈ અને સ્યાદ્વાદનું સ્થાપન થયું અને એ સ્યાદ્વાદરૂપી મત પાંચમા આરાના છેડા સુધી અવિચ્છિન્નપણે ચાલે એ માટે ગણની અનુજ્ઞા પંચમ ગણધર શ્રીસુધર્મસ્વામીને આપી. તે જ પરંપરામાં વડગચ્છ થયેલ છે અને વડગચ્છના આચાર્ય શ્રી સર્વદેવસૂરીશ્વરજી મહારાજા હતા. તેમના શિષ્ય આ. જયસિંહસૂરી તેમના શિષ્ય આ. ચંદ્રપ્રભસૂરી તેમના શિષ્ય આ. ધર્મઘોષસૂરી તેમના શિષ્ય આ. ચક્રેશ્વરસૂરીશ્વરજી મહારાજા હતા. તેમના હાથે દીક્ષિત થયેલ ૬ શિષ્યો આચાર્ય થયા હતા તે આ પ્રમાણે (૧) સુમતિસિંહસૂરી (૨) બુદ્ધિસાગરસૂરી (૩) ત્રિદશપ્રભસૂરી (૪) તીર્થસિંહસૂરી (૫) શિવપ્રભસૂરી (૬) કીર્તિપ્રભસૂરી.
આમાં પાંચમા શ્રી શિવપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય શ્રીતિલકાચાર્ય એ પ્રસ્તુત શ્રીઆવશ્યકનિર્યુક્તિ ગ્રંથના ટીકાકાર છે અને તેમણે આ ટીકા વિ.સં. ૧૨૯૬માં રચેલ છે. વડગચ્છમાં સૌથી મોટા ગણાતા આ. ચંદ્રપ્રભસૂરી હતા. તે વિ.સં. ૧૧૪૯માં પોતાના ગચ્છથી જુદા પડ્યા
*******************