________________
३) विहान
સં. ના. રૂ. વિ. Tance. બારસાસૂત્ર-૨૨૭
૨૨૫ પ્ર—હવે હું ભગવાન્ ! કયા કારણથી એમ કહેવાય છે કે ‘શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષોવાસ રહેલા છે’?
ઉકારણ કે ઘણું કરીને તે સમયે ગૃહસ્થાનાં ધરા તેમની બધી બાજુએ સાદડીથી કે ટટ્ટીથી ઢંકાયેલાં હોય છે, ધોળાયેલાં હોય છે, છાજેલાં–ચાળેલાં કે છાજાવાળાં હોય છે, લીંપેલાં હોય છે, ચારે બાજુ વંડીથી કે વાડથી સુરક્ષિત હોય છે, ઘસીને—ખાડાડિયા પૂરીને—સરખાં કરેલાં હોય છે, ચાકખાં સૂવાળાં કરેલાં હોય છે, સુગંધિત ધૂપોથી સુગંધી કરેલાં હાય છે, પાણી નીકળી જવા માટે નીકાવાળાં બનાવેલાં હોય છે અને બહાર ખાળાવાળાં તૈયાર થયેલાં હોય છે તથા તે ઘરે ગૃહસ્થાએ પોતાને માટે સારાં કરેલાં હોય છે, ગૃહસ્થોએ વાપરેલાં હોય છે અને પોતાને રહેવા સારુ જીવજંતુ વગરનાં બનાવેલાં હાય છે માટે તે કારણથી એમ કહેવાય છે કે ‘શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે’
૨૨૬ જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરો પણ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.
For Personal & Povate Use Dry
भावारीज,
महाशा
-૨૨૦૪ T