________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન HI ૮૩
જીવ! તું આ સંસારથી મુક્ત થવા માટે સમ્યક ચારિત્રનો સ્વીકાર કર, એવી ભાવના ભાવવી તે.
(૪) એકત્વભાવના–આ જીવ એકલોજ જમ્યો છે અને એકલેજ દુખ ભોગવતે મરવાનો છે. માતા, પિતા, પતિ, પત્ની, પુત્ર, પુત્રી વિગેરે પરિવાર એની સાથે નથી આવ્યા તેમજ એની સાથે જવાના પણ નથી, તું એ બધા ઉપર મમત્વ રાખ નહિ, તું એ બધાના મમત્વથી અત્યંત દુઃખી થયે છે, તેથી એ બધાને ત્યાગ કરી સાધુ થઇ, ચારિત્રને સુંદર રીતે આચરી મુક્તિસુખને મેળવ, એવી ભાવના ભાવવી તે.
(૫) અન્યત્વભાવના-આત્મા શરીરથી ભિન્ન છે, તેથી શરીરના સંબંધી એવા માતા, પિતા, પતિ, પત્ની, પુત્ર, પુત્રી વિગેરે પરિવારથી તથા મકાન, ધન, સંપત્તિ વિગેરેથી પણ આત્મા ભિન્ન છે. આ બધાને પિતાના માની જીવે અનંતાનંત દુઃખને અનંતકાળ ભેગવ્યા છે. માટે હે જીવ! તું તારાથી ભિન્ન એવા કટબાદિને ત્યજી, સંયમ સ્વીકારી, સાધના કરી, તારા આત્માને પરમાત્મા બનાવ, એવી ભાવના ભાવવી તે.
(૬) અશુચિભાવના-આ શરીર માંસ, રૂધિર, પરૂ, વિય, મત્ર, વિષ્ટા વિગેરે અશુચિથી ભરેલા છે, પુરુષના નવ અને સ્ત્રીના બાર દ્વારથી સદા અશુચિ વહ્યા જ કરે છે, સુગંધી પદાર્થો શરીરમાં નાખીએ કે તરત આ શરીરના સંસર્ગથી અત્યંત અશુચિમય બની જાય છે. આવા અત્યંત અશુચિમય
Jain Education International
For Personal & Private Use Only
www.aine brary og