________________
પર્યુષણ અદ્વિક વ્યાખ્યાન
પણ એ લેવાની ઉત્કૃષ્ટ ઉત્કંઠા તો ચાલુજ રાખવી. અને અવિરતિમાં ન રહેતા દેશવિરતિનો અવશ્ય સ્વીકાર કરવો જોઇએ. એટલે શ્રાવકપણામાં રહીને પાળી શકાય એવા અહિંસા, સત્ય, અચેરી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ અણુવ્રતે, દિશિ પરિમાણ, ભેગોપભેગ પરિમાણ (કર્માદાનત્યાગસહ) તથા અનર્થદંડ વિરમણ એ ત્રણ ગુણવ્રત તેમજ સામાયિક, દેશાવગાસિક, પૌષધ અને અતિથિસંવિભાગવ્રત એ ચાર શિક્ષાત્રતે એ બારરૂપ દેશવિરતિને સ્વીકાર કરીને નિર્દોષ રીતે સર્વવિરતિ સહિત દેશવિરતિ કતવ્યને કહીને હવે પ્રતિક્રમણ કર્તવ્યને કહે છે.
વળી સંસારના દુઃખોથી મુકત થવા ઈચ્છનારા આત્માઓએ મુકિત માટે સદા સવાર સાંજ બે વખત અવશ્ય પ્રતિકમણ કરવું જોઈએ. એ કરવાથી અત્યંત દુઃખદાયક એવા કમરોગ નાશ પામે IX છે અને મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રજ્ઞા કહે છે કે, કરેલું પ્રતિક્રમણ ભવ્યાના પાપને અત્યંત દળી નાખે છે. ઉત્કૃષ્ટકેટીની સમ્યકત્વની શુદ્ધિને વિસ્તાર છે. નીચગાવને નીચે નાખી દે છે. અપયશરૂપ છિદ્રને ક્ષણવારમાં ઢાંકી દે છે. સમ્યગદ્યાનને પુષ્ટ બનાવે છે. વિસ્તારને પામેલ એવા તૃષ્ણાલતાના મંડપને કાપી નાખે છે, અને સિદ્ધિસુખને વશ કરે છે. જિનેશ્વરરૂપ વૈદ્યોએ કહેલ વિધિ પ્રમાણે ઔષધની પેઠે જે આત્માઓ ઉભયકાલે આવશ્યક પ્રતિક્રમણ ઉદ્યમશીલ બનીને કરે છે તેઓ કમરગ રહિત બની જાય છે. તેથી સંકટમાં પણ સજજન દંડનાયકે જેમ યુદ્ધ જેવી
છે ૭૬ ||
Jain Education international
For Personal & Private Use Only
www.ibrary og