________________
પર્યુષણ Yિ અણહિક વ્યાખ્યાન
તીર્થોની સેવા અને રક્ષા કરવી, એ કાર્યો કરવામાં આળસ કરવી નહિ, અરિહંતાદિની આશાતના નિવારવા પૂર્વક અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનપ્રતિમા, જૈનસંધ, જ્ઞાન, દશન અને ચારિત્રનો ભક્તિપૂર્વક વિનય કરો. શમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકતા એ પાંચ લક્ષણયુક્ત બની તથા શંકા, કંખા, વિચિકિત્સા, પર–પાખંડી–પ્રશંસા, અને પાખડી સસ્તવપરિચય રૂ૫ પાંચ દુષણથી મુક્ત બની મુમુક્ષુ આત્માઓએ હંમેશા સર્વોના પરમ હિતકર એવા જૈનધર્મનો સંપ્રતિ મહારાજાની જેમ સવોના હિત માટે જગતમાં પ્રચાર કર, સંપ્રતિરાજાએ અનાર્ય દેશોમાં પણ જૈનધર્મના પ્રચાર માટે જમ્બર વ્યવસ્થા કરી હતી, આ વિચારીને સ્વપર કલ્યાણ માટે સમ્યગદશનની વિશુદ્ધિની વૃદ્ધિ માટે શક્તિ પ્રમાણે સદા પ્રયત્ન કરતા રહેવું.
એજ રીતે સંસારદુઃખથી મુક્ત થવા ઈચ્છતા આત્માઓએ હમેશા સચારિત્રની વૃદ્ધિ માટે હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનો સવથી ત્યાગ કરી મહાવ્રતને સ્વીકારવા જોઇએ. સર્વવિરતિ લીધા વિના કેઈપણ આત્માનો ઉદ્ધાર થે નથી અર્થાત સંસારથી મુક્ત થવા માટે સર્વવિરતિ સમર્થ સાધનભત છે. મા સર્વવિરતિ સ્વીકારવા માટે સતત પ્રયત્નો કરતા રહી, સર્વવિરતિ સ્વીકારવાની શક્તિ ન હોય ત્યાં સુધી દેશવિરતિ સ્વીકારી તેનું પાલન કરતા રહેવું જોઇએ. તેમજ શક્તિ પ્રમાણે વંકચૂલ વિગેરેની જેમ વિવિધ પ્રકારે નિયમે, અભિગ્રહો સ્વીકારવા. ક્ષમા,
Jain Education
!
For Persona
Private Use Only
nelibrary.org