________________
અચલગચ્છાધિપતિ તીર્થપ્રભાવક અચલગચ્છ દિવાકર પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ કૃત
પર્યુષણ અષ્ટાદ્વિક વ્યાખ્યાન | ૧ ||
શ્રી પર્યુષણ સત્પષ્ટાનિક વ્યાખ્યાન ભાષાંતર
ઋષભદેવ પ્રણમી પ્રથમ, પર્યુષણ વ્યાખ્યાન ! ભાષાંતરને ગુણ કહે, શ્રવણ કરે દઈ દયાન ના
ભવિ રૂપી કમળાને વિકસ્વર કરવાને માટે સૂર્ય સમાન, દુઃખનો નાશ કરનારા, સુખોને દેનારા, કચ્છ દેશના નલિનપુર-નલિયા ગામના જિનાલયમાં બિરાજમાન એવા મૂલનાયક શ્રી ચંદ્રપ્રભુ ભગવાન વગેરે ભગવત, શ્રી શાંતિનાથ ભગવાન વગેરે ભગવતે તથા આદિ શબ્દથી ત્યાંના અષ્ટાપદતીથ જિનાલયમાં તથા તેના ઉપરના મજલામાં બિરાજમાન શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી અજિતનાથ ભગવાન વિગેરે ચોવીશે ભગવત તેમજ નવીન જિનાલયમાં બિરાજમાન શ્રી
| ૧ |
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org