________________
પર્યુષણ અાહિક વ્યાખ્યાન
૩૦૧
ક્ષમાપના તે જેમ મૃગાવતી સાઠવીએ અને ચંદનબાલા સાદવીજીએ કરી, અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, એ રીતે કરવી જોઇએ, પરંતુ બાળસાધુ અને કુંભારની જેમ ક્ષમાપના ન કરવી જોઈએ. બાળસાધુ અને કુંભારને વૃત્તાન્ત આ પ્રમાણે છે. | કુંભારશ્રાવકની વિનંતિથી કુંભારની શાળામાં આચાર્ય ભગવંત વિગેરે મુનિવરો સમવસર્યા હતા. તેમાં એક બાળસાધુ હતા, તે ભારે જ્યાં માટીના વાસણો બનાવી રાખ્યા હતા ત્યાં ચાલ્યા જતા, અને બાળસ્વભાવે રમત કરવાનું મન થઈ જતાં, કાંકરીઓ મારી માટીના વાસણમાં છિદ્ર કરી નાખતા, કુંભાર જ્યારે મહારાજ ! આ શું કરે છે? એમ કહી તેમ કરવાની ના પાડતો, ત્યારે બાળસાધુ “મિચ્છામિ દુડ દેતા અને કુંભાર ચાલ્યો જ. ત્યારપછી પણ ફરી બાળસ્વભાવે એ જ રીતે કાંકરીઓ મારી ઘડાઓમાં છિદ્ર કરતા. તેને વળી કુંભાર નિવારતે ત્યારે બાળ સાધુ “મિચ્છામિ દુક્કડ” કહેતા, પરંતુ ફરી પણ બાળ સ્વભાવે ઘડાઓમાં કાંકરીઓ મારી છિદ્ર પાડતા, તે જોઈ કુંભારે બાળસાધુના કાનમાં કાંકરી દબાવી કાન મરડ્યો, ત્યારે બાળસાધુ કહે છે કે મને બહુ પીડા થાય છે, ત્યારે કુંભાર કહે છે કે “મિચ્છામિ દુક્કડ” અને ફરી કાનમાં કાંકરી દાબી કાન મરડે છે. બાળસાધુ કહે છે કે મને બહુ પીડા થાય છે ત્યારે ફરી પણ કુંભાર “મિચ્છામિ દુક્કડ'' દઈ ફરી કાનમાં કાંકરી દાબી કાન મરડે છે. બાળ સાધુ મને બહુ પીડા થાય છે એમ કહે
| ૩૦ ||
Jain d
o
intematonal
For Personal Private Use Only
www.aibrary