________________
પર્યુષણ અષ્ટાદ્વિક વ્યાખ્યાન
હવે પ્રભાવતી દેવે ઘણું ઉપાયથી પણ બંધ નહિ પામેલ એવા તાપસ ભક્ત ઉદાયન રાજાને પ્રતિબંધવા માટે તાપસનું રૂપ લઈ અમૃત સમાન ફળે હાથમાં રાખી રાજસભામાં આવી છે ફળ રાજાને આપ્યાં. રાજાએ એ અમૃત તુલ્ય ફળોનું ભક્ષણ કર્યું. તે ફળો ખાવાની લાલસા જાગવાથી રાજાએ તાપસને એ ફળની ઉત્પત્તિનું સ્થાન પૂછયું, તાપસે તે સ્થાન બતાવવા રાજાને સાથે લઈ દેવમાયાથી કરેલ તાપસ આશ્રમ સહિત નંદનવન સમાન વન ઉદ્યાન બતાવ્યું, તેને જોઇને અમૃત તુલ્ય ફળ લેવા માટે રાજાએ વનમાં પ્રવેશ કર્યો. તે સમયે ક્રોધિત થયેલા તાપસે તે રાજાને દડથી મારવા લાગ્યા. તેથી જીવ લઈને નાસતે એવો તે રાજા સન્મુખ આવતા જૈન સાધુઓને શરણે ગયો. જન સાધુઓએ તેને આશ્વાસન આપી સુદેવ-સગરના સ્વરૂપ સહિત દયા
મય જનધમ સંભળાવ્યો, ત્યારે તે રાજાએ વિચાર્યું, કે તાપસે નિર્દય છે તેથી તેઓ કુગુરુઓ. | છે, એ કગઓએ આજ દિવસ સુધી મને ઠગે છે. આ જૈન સાધુઓ નિઃસ્વાર્થપણે પરોપકાર | કરનાર છે. તરવા અને તારવામાં એ સમર્થ છે. એ જૈન સાધુઓ સદૂગુરુઓ છે. ઇત્યાદિ વિચારીને તે ઉદાયનરાજા સમ્યકત્વમાં સ્થિર થઈ ગયે. પછી પ્રભાવતીદેવ પ્રત્યક્ષ થઈને પોતે કરેલા બેધપમાડવાના પ્રકારે કહી રાજાને જૈનધર્મમાં સ્થિરમનવાળો કરી અદૃશ્ય થઈ ગયો અને રાજાએ પિતાને સભામાં રહેલ જોયો, ત્યારથી તે રાજા જૈનધર્મની આરાધનામાં તત્પર થઈ ગયે.
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org