________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન ૨૩/
તે વૃત્તાન્ત સંક્ષેપથી આ પ્રમાણે છે.
ચંપાનગરીનો સુવર્ણકાર કુમારનંદી સ્વરૂપવાન કન્યાઓને જોઈ, તેના મા-બાપને પાંચસો પાંચસે સોનામહોર આપી અનકમે પાંચસો કન્યાઓને પર, તેમની સાથે એકતંભી મહેલમાં રહી વિષયસુખ ભોગવતો રહ્યો. તેની પાસે પતિરહિત હાસા, પ્રહાસા નામની દેવીઓ આવી, વિષયાંધ સુવર્ણકારને પોતાના દિવ્યરૂપથી લોભાવી નિયાણા પૂર્વક અગ્નિમાં પ્રવેશ કરાવ્યું, તેથી તે વિદ્ય- TV ન્માલી દેવ થયો. એ દેવીઓને પતિ થો. હલકી જાતના તે દેવને લંધાનું કાર્ય કરવાનું મળતાં તે દુ:ખિત થયો, પછી મિત્રદેવની સલાહથી તે દેવે સમ્યકત્વ પ્રાપ્તિ માટે જીવંતસ્વામી શ્રી જ વીરપ્રભુની ગાશીષચંદનની પ્રતિમા બનાવી. શ્રી કપિલકેવલી પાસે પ્રતિષ્ઠા કરાવી અને પેટીમાં પધરાવી, એ પ્રતિમાજીને સમદ્રમાગે વહાણથી જતા વેપારીના હાથે વીતભયનગરમાં મોકલી આપી, ત્યાં પરિવ્રાજકે બ્રાહ્મણ અને રાજા વિગેરેના સેંકડો પ્રયત્નોથી પેટીમાંથી બહાર નહિ આવેલી અને પછીથી ઉદાયનરાજાની પટરાણી પ્રભારતીની અરિહંતગુણગર્ભિત પ્રાર્થનાવડે પેટીમાંથી પ્રગટપણે બહાર આવેલ એવી શ્રી વીર પ્રભુજીની પ્રતિમાજીને મોટા મહોત્સવ પૂર્વક ગૃહ જિનાલયમાં પ્રતિષ્ઠિત કરી. એ શ્રી વીરપ્રભુજીની પ્રતિમાજની પ્રભાવતી રાણી ભક્તિપૂર્વક ત્રિકાળ પૂજા કરતા હતા.
કઇ કવાર અગ્રપૂજા કરીને વધતા ભાવે વીરપ્રભુની પ્રતિમા આગળ નૃત્ય કરતી પ્રભાવતી
| ૨૩ ||
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org