________________
પયુષણા અષ્ટાહિક વ્યાખ્યાન |
૨૨ II
અવશ્ય કરવી જોઈએ. પરસ્પર ક્ષમાપના વિના પયુષણ પર્વની આરાધના સુંદર થતી નથી કારણ ક-પરસ્પર ક્ષમાપના તે પયુષણ પર્વારાધનાનું પ્રાણ સ્વરૂપ કતવ્ય છે. તે જે બારમાસને અંતે પણ જે કાઈપણ જીવ પરસ્પર ક્ષમાપના ન કરે તો તેનું સમ્યકત્વ કેમ રહે? કમ ગ્રંથમાં કહ્યું છે કે-અનંતાનુબંધિ કષાય ઉત્કૃષ્ટપણે જાવછવ રહે છે, જે કષાય એક વર્ષ પછી રહી જાય તે અનંતાનુબંધિ થાય છે.
એ અનંતાનુબંધિ કષાય સમ્યકત્વનો નાશ કરે છે. એ કષાયથી જીવ નરકમાં જાય છે. અમ- | ત્યાખ્યાન કષાય ઉત્કૃષ્ટપણે એક વર્ષ રહે છે, દેશવિરતિને નાશ કરે છે અને તિયચગતિ અપાવે છે.
પ્રત્યાખ્યાની કષાય ઉકષ્ટ પણે ચાર માસ રહે છે. સવવિરતિને નાશ કરે છે, અને મનુષ્યપણું અપાવે છે. - સંજ્વલન કષાય ઉત્કૃષ્ટપણે એક પખવાડીઓ રહે છે. ચાખ્યાતચારિત્રને નાશ કરે છે, અને | દેવગતિ અપાવે છે. જે ૧ છે
એ રીતે એક વર્ષ પછી પણ જે કષાય રાખે છે. તેનું પ્રાપ્ત થયેલ સમ્યકત્વ પણ નષ્ટ થઈ જાય છે, એમ શાસ્ત્રમાં કહેલ છે. સમ્યકત્વને નાશ થઈ જાય તે મોક્ષસુખની પ્રાપ્તિ કેમ થાય ? | એથી ચંડપ્રદ્યોતરાજા સાથે ઉદાયનરાજાએ જે રીતે ક્ષમાપના કરી તે રીતે ક્ષમાપના કરવી જોઇએ,
Jain Education International
For Personal Private Use Only
www.ainebrar og