________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન ૧૩ .
શરીરને તે સૂરિમંત્રથી મંત્રિત પાણીથી અભિષેક કર્યો. પછી તે મંત્રિત પાણીના પ્રભાવથી રાજાને દેહ સુવણવર્ણમય બની ગયો.
પિતાનું સુવર્ણવણું શરીર જોઈને ગુરમહારાજના પ્રભાવથી ચમત્કાર પામેલા રાજાએ ગુરુ મહારાજ પાસે જઈ ભારે ભક્તિથી ગુરમહારાજની સ્તુતિ કરી. પ્રાણના ત્યાગ જેવા પ્રસંગમાં પણ, અહિંસા પાળવામાં સ્થિર રહેવાથી પ્રસન્ન થયેલા ગુરુમહારાજે કુમારપાલને પ્રશંસા કરવા પૂર્વક પરમાત” એ રીતનું બિરુદ આપ્યું.
કોઇકાળે મહારાજા કુમારપાળે કાશીદેશમાં થઈ રહેલ અતિશય હિંસાને સાંભળીને કરુણાહૃદયવાળા બની વસ્ત્રપટમાં કાશીદેશના મહારાજાની મૂર્તિની સન્મુખ વિનયથી નમ્રતાવાળી, અહિંસાની યાચનામાં તત્પર જોડેલ અંજલીવાળી પિતાની મુર્તિને ચિતરાવી પછી તે પટ બે કોડ નૈયા, બે હજાર ઘડાઓ, તથા શિખામણ આપીને પિતાના પ્રધાનેને કાશીદેશની વારાણસી નગરીમાં મોકલ્યા, તે પ્રધાને માંસ ખાનાર લોકોથી ભરેલી એવી વારાણસીનગરીમાં જઈ હાથી, ઘોડા, રથ વિગેરે સમૃદ્ધિથી ચક્રવતની સમૃદ્ધિની ભ્રાંતિમાં નાખનારા, મહાઓજસ્વી, કાશીદેશના અધિપતિ જયચંદ્રરાજાને નમ્યા અને ભેટશું આપી પટ બતાવીને અહિંસાની પ્રાર્થના યુક્ત કુમારપાલરાજાએ કહી મે કહ્યું હતું તે બધું કહ્યું. એ સાંભળીને કુમારપાલરાજાની દયાના સ્વરૂપથી ચમત્કાર પામેલા અને જેમાં
I
1
Jain Education International
For Personal & Private Use Only
www.Binalbrary.org