________________
સામાન્યથી નહી પણ અપાત્રમાં પાત્રપણાના અભિનિવેશની અપેક્ષાએ જાણવું (૩) ગુણહીન શિષ્ય, સંઘાટક આદિ સદ્દગતિમાં લઈ જતા નથી, પણ પિતાના દર્શન, જ્ઞાન-ચારિત્ર જ સદ્ગતિમાં લઈ જાય છે. (૪) ગુણવાનમાં પણ દોષ કાઢીને જે ગુણાનુરાગ કરતો નથી, તે નિયમા ચારિત્રી નથી. (૫) ગુણહીન પણ ગ્ય હોય તો કરુણથી જરૂર તેને માર્ગમાં
સ્થાપિત કરો. અત્યંત અયોગ્ય હોય તે જ ઉપેક્ષા કરવી. (૬) ગુરુ આજ્ઞાના ત્યાગમાં જિનાજ્ઞા ત્યાગ છે. (૭) ધન્ય પુરુષ ક્યારેય ગુરુકુલવાસને છોડતા નથી. (૮) જે સ્વયં ગુણહીન, મિથ્યાત્વી અને સર્વથા પાસë છે, છતાં પિતાના મુગ્ધ શિષ્યને ૫ થક શિષ્યનું ઉદાહરણ બતાવી આડકતરી રીતે પિતાની ભકિત કરવાનું સૂચવે છે, તે પાપી છે. (૯) આચારહીન હોવા છતાં અધિક જ્ઞાની અને શુદ્ધપ્રરુપક હોય તો તે માત્ર કિયારત જીવ કરતાં ચઢિયાત છે. વગેરે. આશય વિશુદ્ધિથી ગુરુપરતંત્ર અને શુદ્ધલિંગયુકત મહર્ષિ ભાવયતિ છે, એમ કહી ગ્રંથની સામાપ્તિ કરી છે.
પ.પૂ.સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજાના અનન્ય ગુણાનુરાગી, ૫.પૂ. આચાર્ય દેવશ્રીમદ્ વિજયભુવનભાનુરીશ્વરજી મહારાજાના પરમોપાસક, ૫.પૂ.સ્વ. પન્યાસપ્રવર પદ્મવિજયજી મહારાજાના પ્રશાંતશિષ્યરત્ન, મારા દીક્ષાદાતા ગુરુભગવંત, શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા અને પ્રત્સાહન આદિથી દેરાસર-ઉપાશ્રયના જીર્ણોદ્ધાર, સાધુ-સાધ્વીજી ભગવતેની ભકિત આદિ અનેક પાવન કાર્યો કરનાર શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટની શ્રત ભકિત પણ અનુમોદનીય છે.
છેલ્લે છેલે અભ્યાસુઓને એક સૂચને કે પુનર્મુદ્રિત થયેલ આ પ્રકરણ પંચકમાં અમુક સ્થળોએ અશુદ્ધિ રહેલ છે એ ખ્યાલ હોવા છતાં સમયના અભાવે નવું શુદ્ધિપત્રક બનાવીને આપી શકાયું નથી. (ફકત બે જ ગ્રંથનું શુદ્ધિપત્રક નીચે આપી શકાયું છે તે બાકીના ગ્રંથ સ્વયં સુજ્ઞ વાચકે અશુદ્ધિઓને દૂર કરીને વાંચે. સ્વાધ્યાય દ્વારા આત્માની શુદ્ધિ અને પુષ્ટિને પ્રાપ્ત કરી પરમપદને સહુ કઈ પામે એજ શુભેચ્છા.
For Personal & Private Use Only
લી.યશોવિજય,
Jain Education International
www.jainelibrary.org