SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ आमुख पाइमविम्नाणकद्दा lણા છે. ૭૫-૭૬-૭૭ એ ૬ કથાઓ કથાનાકર'માંથી, ૭૩-૯૫ એ બે કથાઓ “વિક્રમચરિત્રમાંથી–૭૯-૮૦-૮૧-૮૨– ૮૫-૮૬-૮૭-૮૮-૮૯-૯૦-૯૧-૯૬ એ બાર કથાઓ “પ્રબંધ પંચશતીમાંથી, ૮૪મી કથા “ક૯૫સૂત્ર’ ટીકામાંથી, ૯૪મી કથા “મપુત્ર' ચરિત્રમાંથી, ૯૭–૯૮-૯૯ એ ત્રણ કથાઓ “ઉપદેશમાલા”માંથી, ૧૦૧-૧૦૫-૧૦૬-૧૦૭-એ ચાર્જ કથાઓ “સંગરંગશાલા’માંથી અને ૧૦૩મી કથા “અખંડ આનંદ'માંથી ૧૦૮મી કથા “ધન્યકુમાર ચરિત્રમાંથી ઉદ્ધરી છે. આમ આ કથાઓ પ્રમાણભૂત છે. તે તે ગ્રન્થમાં રહેલી આ કથાઓ ભિન્નવિભિન્ન ભાષામાં છે. અત્રે તે સર્વ ગ્રન્થકારે પ્રાકૃત ભાષામાં સુન્દર સુવાચ્ચ બને એ રીતે રજુ કરી છે. ગ્રન્થકાર પૂજ્ય આચાર્યવર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિજી મહારાજ પ્રાકૃત ભાષાના વિશિષ્ટ વિદ્વાન તે છે જ–સાથે સારી રીતે શ્રમ કરીને તેઓએ વ્યાકરણ-આગમ આદિ વિષયો ઉપર પણ સારું પ્રભુત્વ મેળવ્યું છે. સતત સ્વાધ્યાયરત રહેવું એ એમને સહજ છે. સૌમ્યસ્વભાવ-અજોડ ગુરુનિછા-આદિ વિશેષ ગુણએ એઓને ખૂબ ખૂબ આગળ વધાર્યા છે. અનેક ગ્રંથની રચના તેઓએ કરી છે. પ્રાકતવિજ્ઞાન પાઠમાળા તે તેઓની યશ પૂર્ણ કૃતિ છે. પ્રસ્તુત કથાઓનું સંકલન પ્રાકૃત ભાષાના અવબોધ માટે તે ઉપયોગી છે જે-સાથે કથારસ સંતોષવા માટે પણ પર્યાપ્ત છે. વ્યાખ્યાનકાર–ઉપદેશ માટે એક નાનાશા કથાકોશનું કાર્ય કરે એમ છે. આ એક માળા ગુંથીને ગ્રન્થકાર વિરત ન રહે પણ આવી–આથી પણ વિશેષ સુન્દર બીજી માળાઓ આપે અને એ માળાઓ સુ-વિજ્ઞ અને સમયજ્ઞ ભવ્યાત્માઓને વિભૂષિત કરે એવી આન્તર ભાવના સાથે कह कहेज्जा विकहं कहंची; कहेज नेवप्प-हियाहिलासी । जिणीसराणं सुकह कहन्तो, संसारपारं परम लहेइ-त्तिबेमि ॥ શ્રી અમૃત પુણ્યદયજ્ઞાનશાળા એજ શ્રી કેશરિયાજી નગર, પાલિતાણ. વિજય ધુરધરસૂરિ તા-૧૫-૪-૧૯૭૧ સં-૨૦૨૭, ચત્ર વદ-૪-ગુરુવાર. Jain Education Intente For Personal & Private Use Only on library org
SR No.600189
Book TitlePaia Vinnan Kaha Trayam Part 02
Original Sutra AuthorKastursuri, Chandrodayvijay
Author
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1971
Total Pages232
LanguageSanskrit
ClassificationManuscript
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy