________________
25 (૧) લાખો ભવનો નાશ કરે છે. શુભભાવે શ્રવણ કરેલી એ કથાઓના પ્રભાવે જીવના ભવિષ્યના લાખો જન્મ-મરણ અટકી જાય ડે છે અને (૨) દીર્ઘકાળ પૂર્વે બાંધેલા ચીકણા કર્મો જે કથાઓના શ્રવણાદિ માત્રથી નાશ પામે છે.
પ્રસ્તુતમાં “પ્રશ્નોત્તર રત્નમાલા' ગ્રંથ પણ કથાઓના માધ્યમથી બોધ દઈ આત્મકલ્યાણના માર્ગે પ્રેરણાબળ પૂરું પાડે છે. વિમલાચાર્ય' નામના શ્વેતાંબર આચાર્યે ૨૯ ગાથામાં ૬૪ પ્રશ્નો અને એના ૮૪ ઉત્તરો ગુંથ્યા છે. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ–પ્રકરણ સોળમાં આનો સામાન્ય નીતિ સંબંધી ગ્રંથ તરીકે ઉલ્લેખ છે. બીજાઓ આ ગ્રંથના કર્તા વિમલાચાર્યને બદલે બીજાત્રીજાને ગણે છે ઈત્યાદિ ચર્ચા ત્યાંથી જોઈ લેવી. સિદ્ધગતિ તરફ પ્રગતિ કરવા ઈચ્છતા જીવે શું કરવું ? અને શું ન કરવું ? એ અંગેના શિષ્ય પ્રશ્નો પૂછ્યા... અને ગુરુએ તેના જવાબો આપ્યા... ગુરુ-શિષ્યની પવિત્ર જોડી પ્રશ્ન-ઉત્તર દ્વારા સંવાદ સાધે છે. જ્ઞાન પ્રાપ્તિ-વિનિયોગ માટે આ જ ક્રમ શ્રેષ્ઠ છે. જ્યાં ગુરુતત્ત્વને બાજુ પર મૂકી સીધું શાસ્ત્રાદિજ્ઞાન મેળવવાનો ઉપક્રમ કરાય છે, તો ત્યાં એ જ્ઞાન અધુરું હોય છે, અહંકારનું કારણ બને છે, સ્વચ્છંદતાનું ઘાતક બને છે અને પરિણામે અહિતકર બની જાય છે.
ટૂંકા પ્રશ્નો અને એકાદ શબ્દમાં અર્થગંભીર ઉત્તરોની આ રમ્ય પ્રશ્નોત્તરીને કાવ્યમાં ગૂંથનારા શ્રી વિમલાચાર્ય ક્યા ગચ્છના ? ક્યારે થયા? વગેરે વિગતનું સંશોધન ઇતિહાસવિદો કરશે !
પણ, પ્રશ્નો મજાના છે - તો ઉત્તરો પણ અદ્ભુત છે, એમાં બેમત નથી. કદાચ તેથી જ આ પછી પણ બીજા આચાર્યાદિ ભગવંતોએ આ પદ્ધતિથી પ્રશ્નોત્તરમાલાની રચના કરી હશે એમ કલ્પી શકાય.
રુદ્રપલ્લીય ગચ્છવાસી અને શીલોપદેશમાલાની ટીકાના રચયિતા શ્રી સોમતિલકસૂરિ મહારાજના નાના ગુરુભાઈ શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે ઉપકેશજ્ઞાતિના લિંગાવંશીય ગજપાળ અને જગદેવ (?)ની વિનંતીથી આ પ્રશ્નોત્તર રત્નમાલાના દરેક પ્રશ્નો ઉત્તરને અનુરૂપ રોચક કથા સહિત ટીકા રચી છે (ટીકાગ્રંથ લગભગ ૭૩૨૬ શ્લોકપ્રમાણ છે.) અને શ્રી મુનિભદ્રસૂરિએ એનું સંશોધન કર્યું છે. તે આ ટીકાગ્રંથ વિક્રમ સંવત ૧૫૨૯ (૧૪૨૯ ?)માં રચાયો છે, ઇત્યાદિ વાત પ્રશસ્તિ જોવાથી જાણી શકાય છે.
For Personal & Private Use Only
Jain Education Interational
www.jainelibrary.org