________________
કિ અવસ
આમાં રમતા
જા આપે
|| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરિભ્યો નમ:
અથ પ્રસ્તાવના... અનંતજ્ઞાની અરિહંતો આત્માની ઓળખ આપી અને આપણને અનંત આનંદમય મોક્ષનો માર્ગ બતાવી અનન્ય ઉપકાર કરે છે. બાહ્યભાવના = વિષયોના રમકડાં સાથે રમતો જીવ અનંતકાળ વહી જવા છતાં બાળક અવસ્થાને જ અનુભવતો હોય છે. દાદા - બાળક-પૌત્રને ઐતિહાસિક કથાઓ વગેરે કહેવા દ્વારા એ બાળકને રમકડાઓમાં રમતા રહેવાની બાલિશતાથી અટકાવી બુદ્ધિમાન બનાવે છે
છે, એ બાળકને આદર્શના સપના આપે છે, સમજણશક્તિ આપે છે. પણ એ માટે કથાનું રસમય વર્ણનરૂપ આકર્ષણ મહત્ત્વનો ભાગ ભજવે છે. - ભગવાન પણ ભવ્ય જીવોને બાળકભાવમાંથી ધર્મમાટે યોગ્ય યુવકભાવમાં લાવવા ઉપદેશ આપે છે. પણ એ માટે આકર્ષણ ઊભું થાય એ હેતુથી કથાઓ, પ્રસંગો, ચરિત્રોનું નિરૂપણ કરે છે. બાળજીવોને આથી એ વાતનો વિશ્વાસ પણ ઊભો થાય છે કે ભગવાને જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગે જનારો હું પહેલો નથી અને મારા પૂર્વે જેઓ એ માર્ગે ગયા છે તેઓને એ માર્ગના આસેવનથી અદ્ભુત, અપૂર્વ અને અનંત લાભ થયા છે.
આ કથાનકો, ચરિત્રો, દૃષ્ટાંતો, પ્રસંગો, સિદ્ધાંતને સિદ્ધ કરવા ઉપયોગી હોય છે, એના શ્રવણથી સ્વાધ્યાયનો લાભ થાય ડી. છે, એના આકર્ષણથી મન વિષયોના આકર્ષણથી બચે છે, એના મનનથી મનને અધ્યાત્મમાર્ગે આગળ વધવા જોમ મળે છે. પૂર્વે
છઠ્ઠા આગમ જ્ઞાતા-ધર્મકથામાં આવી સાડા ત્રણ કરોડ કથાઓ હોવાની વાત આવે છે. વંદિત્તાસૂત્રમાં છંતાલીશમી ગાથામાં શ્રાવકની ભાવના એવી બતાવી છે કે, ભગવાનના મુખેથી પ્રગટેલી એ કથાઓના શ્રવણાદિ દ્વારા મારા દિવસો પસાર થાવ, કે જે કથાઓ
૩
antong
For Personal & Private Use Only
www.ainelibrary.org